________________
[૧૨]
પ્રભાવિક પુરુષો : પિોકાર થઈ રહ્યા છે ત્યાં શ્રેણિકભૂપની સ્વારી અભયકુમાર સહિત આવી પહોંચી. લોકોએ માર્ગ આપે અને રાજવી શ્રેણિકે આમુનિને વંદના કરી બેઠક લીધી.
ધર્મદેશના સમાપ્ત થતાં શ્રેણિક મહારાજે કહ્યું કે-“મહાત્મા આપને જોતાં જ હસ્તિના શૃંખલાબંધન આપોઆપ તૂટી ગયા. વળી આપની ઉપદેશધારાથી હસ્તીમાંસભક્ષી તાપસોએ પ્રભુ શ્રી મહાવીરદેવને અહિંસામૂલક ધર્મ સ્વીકાર્યો એ વૃત્તાન્ત સાંભળીને મને આશ્ચર્ય થયું છે. આપને એ કાર્યની સિદ્ધિ પૂર્વે જે પરિષહને સામને કરે પડ્યો અને આપે ઘેર્યતાથી એને તાગ આયે એ કંઈ ઓછી ચમત્કૃતિભર્યું ન ગણાય.” - “રાજન ! મને જેટલી મહેનત એ શૃંખલાબંધ તોડાવવામાં કે તાપસોના હૃદયમાં અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં નથી પડી એથી અતિ ઘણું સુતરના તાંતણાના બંધન તોડવામાં લાગી છે. હાથીની લોખંડી સાંકળ તૂટવી હેલ છે પણ સ્નેહવડે બંધાયેલા સુતરના તાંતણા તેડવા મુશ્કેલ છે. આ મારું અનુભવસિદ્ધ વચન છે.”
અહો ! આ તો કઈ નવી જ વાત આપે ઉચ્ચારી હું એક આશ્ચર્યમાંથી છૂટો થાઉં તે પૂર્વે આપે બીજામાં મને ઊતાર્યો. તે હવે કૃપા કરીને આપનું એ ચરિત્ર સંભળાવે કે જેથી ઉદ્દભવેલી જિજ્ઞાસા તૃપ્ત થાય.”
વાચક અગાઉ જોઈ ગયા છે કે આદ્રમુનિએ સાધુતાને અંચળ ખીંટીએ ટીંગાડી શ્રીમતી સહ ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો હત, તે પછી શ્રેણિકભૂપ સામે સ્વજીવન વર્ણવવા તત્પર થયેલ મુનિશ્રી આદ્ર એ જ કે બીજા? એ પ્રશ્ન સહજે ઉદ્દભવે. એટલે સ્પષ્ટીકરણ કરી લઈએ કે એ તે જ આદ્ર મુનિ છે. પુનઃ સાધુતાના પંથે તેમણે કેવી રીતે પ્રયાણ કર્યું અને રાજગૃહીમાં તેઓશ્રી કેવી રીતે આવી પહોંચ્યા એ સર્વ વૃત્તાન્ત તેમના