________________
[ ૧૦૦ ]
પ્રભાવિક પુરુષો : પાણિગ્રહણની ચિંતા શરૂ થઈ. કેટલાયે મુરતીઆના સંબંધમાં સખીદ્વારા તેને મત પૂછાયે ત્યાં તો એની દઢ પ્રતિજ્ઞા જાણવામાં આવી. શેઠને એમાં માત્ર અશક્યતા નહિં પણ અસંભવિતતા દેખાવા લાગી, પણ જ્યારે શ્રીમતી સાથે એ સંબંધમાં પરામર્શ કર્યો ત્યારે સમજાયું કે એ અસંભવને સંભવમાં ફેરવવાને શ્રીમતીને નિશ્ચય છે અને નિમિત્ત કારણમાં દેવવાણું છે. પછી શું થાય? શેઠને વચ્ચે અવરોધ ખડે કરવાનું પ્રયોજન પણ શું? શ્રીમતી એ મુનિને પારખી શકે એટલા સારુ પુરમાં પધારતા પ્રત્યેક ભિક્ષુને તેના હસ્તે દાન અપાય તેવો પ્રબંધ તરત જ શરૂ કરવામાં આવ્યું. વર્ષો પછી વર્ષો વીતવા માંડ્યા. આશારૂપ લતાને ફળ ન બેસવાથી શ્રીમતીના કેટલાય સ્નેહીજને નિરાશ બન્યા, પણ લાખો નિરાશામાં આશાની અમરતાના દર્શન કરનાર શ્રીમતીનું હૃદય ડગે તેમ હતું જ નહિ. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાને એ નિરધાર કરી ચૂકી હતી. એને મન આજે ન આવ્યા તે કાલે જરૂર આવશે જ એ દઢ નિશ્ચય હતો. એમને આણવાને ભાર દેવ કે દૈવના શિરે મૂકી તે તો પિતાના નિત્યકર્મમાં રક્ત રહેવા લાગી.
આપણે જોઈ ગયા કે આદ્રમુનિ તો એ ધરતીથી આઘા ગયા પછી એ બનાવ વિસરી ગયા ને પોતાના નિત્ય જીવનમાં એકતાર બન્યા. એવાં કેટલાય વર્ષો વીત્યા બાદ જાણે કઈ અદશ્ય શક્તિ જ ખેંચી લાવી હોય તેમ મુનિઆદ્ર એ જ વસંતપુરમાં આવી ચઢ્યા; એટલું જ નહિ પણ દાન દેતી શ્રીમતીની સામે ખડા થયા.
નજરેનજર મળી. જે કામ ચરણ સ્પર્શવાથી નહોતું બન્યું તે આંખના મેળાપે કર્યું. કહે છે કે “કામના બાણ નેત્રો દ્વારા વાગે છે” એ સત્ય અહીં પૂરવાર થયું. દાનના અથી આદ્રમુનિ શ્રીમતીને પુનઃ જોતાં કેઈ અગમ્ય તરંગમાં તણાયા. શ્રીમતી