________________
કુમાર :
[ ૯ ]
છે એવી શ્રીમતી વિગેરે સસખીએ પેાતપાતાના સ્થાને પડતાં મૂકી, પુર તરફ પાછી ફરી, પણ શ્રીમતીના હૃદયમાં ત્યારથી જ એક નવીન અંકુરના પ્રાદુર્ભાવ થયા અને તે એ જ કે— પરણું તેા એ ધ્યાનમગ્ન મુનિને જ પરણું. ’
ધ્યાન પૂર્ણ કરી મુનિ આર્દ્ર પણ વસંતપુરની ભાગાળેથી સામી દિશામાં પ્રયાણુ કરી ગયા. એ વારંવાર થતી દિવ્ય વાણીના મર્મ સમજી ચૂકયા હતા, છતાં મનમાં એટલી વાત ઘર કરવા લાગી કે-શું આ દૈવી શબ્દો સાચા પડશે ? આમ છતાં અંતરની મજબૂતીથી આદરેલ વ્રતને જરા પણ તિ ન પહોંચે એ હેતુથી ત્યાંથી એવી રીતે વિદાય થઈ ગયા કે થાડા દિવસ પછી આખા ય બનાવ સ્મૃતિપટમાંથી ભુંસાઇ ગયા.
જ્ઞાની મહાત્માઓ સિવાય કાળની ગતિને કાણુ એળખી શકે તેમ છે? કમેોની વિચિત્ર અને ગહન ગતિને જાણવાનું સામર્થ્ય પણ એવી વિજ્ઞાનસંપન્ન વિભૂતિઓ વિના કાનામાં છે? ને દેવતાઇ વાણી એટલે પણ શું ? અવધિ કે વિભગજ્ઞાનદ્વારા આગામી સમયમાં બનનાર વસ્તુના સબંધમાં આગાહી કરવી એ જ ને ?
આથી સહજ સમજાશે કે એ વાણી નિષ્ફળ નથી જતી. નિકાચિત કર્મો ચાહે તે શુભ હેાય કિવા અશુભ હાય પણ તે ભાગવ્યા વિના આત્માથી છૂટા પડતા નથી. આદ્રમુનિના સંબંધમાં પણ તેવું જ બન્યું છે. ‘સામાયિક’ના ભવમાં સાધ્વીના અનશનથી ઉભવેલી લાલસા દખાઇ જાય છે છતાં સવ થા એનું ઉન્મૂલન નથી થતુ. અદ્યાપિ એ વૃત્તિ મુનિના મનેાબળને દબાવી શકી નથી, પણ એનેા ચમકારા શ્રીમતીના ચરણ પકડવાના અને ‘ પરણું તેા એ મુનિને જ પરણું ’ એવું પણ ( પ્રતિજ્ઞા ) લેવામાં જણાઇ આવ્યેા. એ ચમકારે કેવી રીતે સત્ય રૂપે પરિણમે છે તે હવે જોઇએ.
જ્યાં શ્રીમતીએ તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો ત્યાં શેઠને તેના