________________
આદ્રકુમાર :
[૫] મનોમંથન શરૂ થયું. ઈહા, અપાય શરૂ થયા. પૂર્વે આવું મેં કેઈક સ્થળે જોયું છે એવી તરંગણી પ્રવર્તી. ધારણાના નાના પ્રકારો મસ્તિષ્કપ્રદેશમાં ઝંઝાવાતના વાયરા માફક ઘૂમી રહ્યા. આખરે જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થતાં જ પોતાના પૂર્વભવ દીઠે.
ઘડીભર આદ્રકુમાર અનાર્યભૂમિમાંથી જાણે ઉચકાઈને આર્યભૂમિમાં આવી ગયા હોય અને કોઈ અનેરી સૃષ્ટિમાં વિહરતો હોય એવું દશ્ય નેત્રો સામે જોવા લાગ્યા. એને પૂર્વભવ સિનેમાના ચલચિત્રોની માફક તેના ચક્ષુ સમીપ રમી રહ્યો.
આ તો વીતરાગ ભગવાનની પ્રતિમા. એ ભગવાને ઉપદેશેલી આત્માનો ઉદ્ધાર કરનારી પ્રવ્રજ્યા મેં પૂર્વભવે મારી પત્ની સહિત ભાવપૂર્વક સ્વીકારેલી, અને સાધુસમુદાયમાં રહી મેં વર્ષો સુધી નિરતિચારપૂર્વક શુદ્ધ જીવન ગાળ્યું. તેવી જ રીતે મારી એ ભવની પત્ની બંધુમતીએ પણ પવિત્ર આર્યાઓના સમુદાયમાં રહી સાધ્વીજીવનની મીઠી વાસ લીધી.
પણ મેં એક જ ભૂલ કરી કે જે ભૂલે મારો સારે ય ખેલ ખલાસ કરી નાંખે. કાંઠે આવેલી નૌકાને ભરસમુદ્રમાં ધકેલી દીધી. એ ભૂલના પ્રતાપે જ હું આજે એવી ભૂમિમાં ઉપ કે
જ્યાં નથી તો વીતરાગને ધર્મ કે નથી તો એ ભવનિસ્તાર કરવામાં સાધનરૂપ ધર્મના ઉપદેશક. ત્યાં મારી પૂર્વની પવિત્ર ભાગવતી દીક્ષા જડે પણ ક્યાંથી?
અરેરે ! કેવી ભયંકર ભૂલ ! વિષરૂપ સમજીને વિસારી મૂકેલા વિષયેને સાધ્વીજીવનમાં નિષ્કલંક જીવન જીવતી બંધુમતીને જોતાં ફરીથી માણવાના કોડ ઉપજ્યા ! મનમાં ઉદ્દભવેલી આ વાતનો ઇસારે એ પવિત્ર આર્યાને કાને પહોંચતાં જ એને વિચાર આવ્યો કે “જે મુનિ મર્યાદા તોડે તે જગતમાં ઊભું રહેવાનું સ્થાન જ ન રહે. ” એટલે અનશન દ્વારા પ્રાણુનું બલિ