________________
મેતાર્યઃ
[ ૭૩ ] ઉન્માદ છે. એ વેળા સારાસારને કે કર્તવ્યાકર્તવ્યને વિવેક નથી રહેતો ? પિતાના આચરણનું કેવું પરિણામ આવશે? એટલું વિચારવાને પણ તે અશક્ત બને છે. મનમાં એટલી નિર્મળતા રહી શકતી નથી તેથી જ જ્ઞાની પુરુષો “ કડવાં ફળ છે ક્રોધના” એમ કહી ગયા છે.
જ્યારે ક્રોધને વશ થયેલ સનીનું ચિત્ર ઉપર કહ્યા મુજબ હતું ત્યારે મેતાર્યમુનિ કઈ જુદા જ ભાવમાં રમણ કરતા હતા. હવે તે સાચા સંતની કક્ષાએ પહોંચ્યા હતા. પોતા પરનું આળ ખંખેરવામાં મુશ્કેલી જેવું હતું જ નહિં. “પક્ષી જવ ચરી ગયું” એટલે જવાબ બસ હતો, પણ તેથી પક્ષીને ઘાત થાય. દયાળુ મુનિ એ કેમ સહી શકે? અથવા તો “પંચમહાવ્રતધારી સાધુ જોથી હજારગણું કિંમતવાળા પદાર્થોને લાત મારી પવિત્ર સંયમ ધરનાર એવો હું–તારા જવ શા માટે ચોરું?” એટલે ઉત્તર શંકાનું નિરસન કરી નાખત, પણ જેને આત્મરમણુતા સિવાય અન્ય પ્રવૃત્તિમાં અંશમાત્ર આનંદ ઉદ્દભવતો નથી તે શા માટે બીજી બાબતમાં માથું મારે ? સત્ય પર મુસ્તાક રહેનાર ચેરીના આરોપથી કેમ ગભરાય? મુનિ મનપણે કર્મરાજ કે નાચ નાચવે છે એ જોઈ રહ્યા. એક શબ્દ સરખો મુખમાંથી ન કાઢ્યો.
સોની જેવા પામર મનુષ્ય આ મોનનો અર્થ જવ ચોર્યાની ખાતરીરૂપે માન્ય અને શિક્ષા કર્યા વગર તે નહીં કાઢી આપે એમ માની મેતાર્ય મુનિના મસ્તકને લીલી વાધરથી બાંધી લીધું. ઉપર સૂર્ય પૂર્ણ કળાથી તપી રહ્યો હતો, તેની ગરમીથી વાધર સૂકાવા માંડી તેમ મુનિના મસ્તકને વધુ ને વધુ કષ્ટ થવા લાગ્યું. નસો તૂટવા લાગી. એક તો ક્ષુધાની પીડા હતી, તેમાં વળી ચોરીના આરોપનું દુઃખ ભળ્યું. એ સાથે સૂર્યને તાપ ઉમેરા અને વાધરીના સુકાવાથી અંગેની ઝકડામણ શરૂ થઈ.
ઉપસર્ગોની પરંપરાથી સાચા સંત ગભરાય તે એ સંત