________________
મેતાર્ય :
[૫] મેતાર્ય મુનિનું માત્ર કલેવર જ ત્યાં હતું. આત્મા તો કયારને પ્રયાણ કરી ગયે હતે. મસ્તકના બંધ છેડતાં જ એ પક્ષીવિહોણું પિંજર નીચે પડયું. આ જોતાં જ સોનીને દેહ કંપી ઊઠ્યો. હદય પોકારી ઊઠયું કે મેં મુનિ પર ચેરીનું કલંક ચડાવી તેના પ્રાણ લીધા. હવે ખરે પશ્ચાત્તાપ શરૂ થયો. એક સામાન્ય પ્રાણીને ઘાત પણ સમ્રા શ્રેણિકના રાજ્યમાં મહાન ગુન્હો ગણાતો ત્યાં આ તો મુનિનો ઘાત. એ માટે દેહાંતદંડની જ શિક્ષા સંભવે. વળી આ તો તેમના જમાઈ થાય એટલી વિશેષતા અને તેમાં પણ ચોરીનું ખોટું કલંક ! સાધુ મહાત્મા પરનું આવું હડહડતું જૂઠાણું શ્રેણિક ભૂપાલ ઘડીભર પણ ચલાવી લે ખરા?
આ વાતની ખબર પડતાં જ નકકી આખા કુટુંબને ગરદન મારશે એ ભયે સોનીના ગાત્ર ઢીલા કરી નાખ્યાં. રાજાને કાને સમાચાર પહોંચે તે પૂર્વે જ એવા માર્ગ કાઢવો જોઈએ કે જેથી નૃપતિને રોષ વહારે ન પડે અને આખા કુટુંબનું રક્ષણ થાય. સામે જ મુનિનું શબ પડ્યું હતું, આત્મા નીકળી ગયો હતો, છતાં વેશમાં રહેલી સમતા, સમભાવદશા અને શાંતિ હજુ પણ જણાતા હતા. મૃત્યુને હસ્તે મુખે ભેટનાર એ મહાત્માનાં મુખારવિદ પર વૈરનો કે ભયનો જરા સરખે પણ વિકાર નહતો. સોનીએ એ પરથી તેમનું અનુસરણ કરવાને નિશ્ચય કર્યો. જીવતાં જેમના પર મરણાંત ઉપસર્ગ કર્યાં તેમનું જ હવે શરણુ શોધ્યું-એમનો પંથ સ્વીકાર્યો. મેતાર્ય મુનિને વેશ ધારણ કરી જૈનધર્મની દ્રવ્યપ્રવજ્યા સ્વીકારી તે ચાલી નીકળે.
કુટુંબીજન જોઈ રહ્યા. કેઈ આડું ન આવ્યું. એક તો બેટી વૃત્તિએ મહાભીષણ કામ કરેલું એટલે તેના પ્રતિ સહજ અભાવ કેઈને થાય જ, પણ એથી વિશેષ તો મરણનો ભય એમને અટકાવી રહ્યો. એ સાધુ થતાં જ એના કુટુંબને નિર્ભયતાની ખાતરી મળી.
મોડા મોડા પણ શ્રેણિક મહારાજના કાને મેતાર્ય મુનિના