________________
અતિમુક્તક કુમાર :
[ ૭૯ ]. કુમારનું નામ અતિમુક્તક રાખવામાં આવ્યું. બીજના ચંદ્રની માફક તે વધવા લાગે. કીડાકુતુહળથી સે કઈને આનંદ ઉપજાવવા લાગ્યો. આમ કરતાં તે છ વર્ષ થયા.
આવા આત્માને પૂર્વજન્મના સંસ્કારનું બળ તો હોય છે જ અને એમાં પોતાની આસપાસના અનેક બનાવોનું નિરીક્ષણ કરવાનું મળે છે. એ ઉપરથી બાલ્યકાળથી જ તે અમુક પ્રકારનું વલણ ગ્રહણ કરવાનું શરૂ કરે છે, તેથી જ લોકવાયકા છે કેકુમળા ઝાડને જેમ વાળીએ તેમ વળે.”
એક સમયે કુમાર અતિમુક્તક બાળક સાથે રમી રહ્યો છે
દૂરથી ગોચરી માટે મંદ મંદ પગલાં ભરતાં, સુંદરાકૃતિવાળા શ્રી તિમસ્વામી ગણધર મહારાજને તેણે જોયા. સમિપ આવતાં જ ! ભાવપૂર્વક નમસ્કાર કર્યા. ઊભયના નેત્રો મળ્યા. તરત જ કુમ | મુખારવિંદમાંથી શબ્દો બહાર આવ્યા કેઃ
ભગવન્! હું તમારા જેવો થઈશ.” પૂર્વભવના કોઈ સંકેત વગર આમ બેલિવું શું શક્ય છે? જ્ઞાનીના વચન છે કે કર્મોની ગહનતા પ્રાકૃતજનથી પરખાતી નથી.
શ્રી ગૌતમ જવાબ આપે છે કે:
વત્સ! તું હજી બાળક છે, દીક્ષા એ કંઈ બાળકના ખેલ નથી પણ દુષ્કર વસ્તુ છે; ચારિત્રનું પાલન કષ્ટભર્યું છે. કહ્યું છે કે-“તપનું સેવન, ક્રિયાનું આચરણ, મનનું ગેપન અને વિનયાદિ ગુણાનું અનુસરણ જેમાં સમાયેલું છે એવો ચારિત્રધર્મ આત્માને પ્રાપ્ત થવો અત્યંત મુશ્કેલ છે. એ વાતમાં રજમાત્ર સંશય ધરવાપણું નથી.”
કુમાર બેલ્યો-“પ્રભુ! જે કે હું શિશુ છું, છતાં મારું અંત:કરણ એમ કહે છે કે તમારા સરખે જરૂર હું થઈશ.