________________
[૯૦ ]
પ્રભાવિક પુરુષ : (૧) કેટલાક લેતી વેળા સિંહ સરખી પ્રકૃતિવાળા હોય છે પણ પાળતી વેળા શિયાળ તુલ્ય નિર્માલ્ય બની જાય છે. (૨) કેટલાક સંયમ લેતાં શિયાળ જેવી ભીવૃત્તિ ધરનારા હોય છે, પણ પાલન કરવામાં સિંહ સમી શૂરવીરતા દાખવે છે. (૩) કેટલાક શિયાળ વૃત્તિએ ગ્રહણ કરી તેવી જ વૃત્તિથી સારુંય સાધુ જીવન વ્યતીત કરે છે. (૪) કેટલાક સિંહવૃત્તિએ સ્વીકારી તેવી જ વૃત્તિનું પાલન જીવનના અંત સુધી કાયમ રાખે છે. પ્રશંસનીય તે એ ચોથે ભાંગે છે, કેમકે મુક્તિસુખ તો એના હાથમાં રમે છે એમ કહી શકાય.”
શ્રી ગણધર મહારાજની સાથે શાળા અને મહાશાળ, ગાગલિ, પીઠર અને યશેમતી આદિ શ્રી વીર જિન કે જેઓ શ્રી રાજગૃહીમાં હતા તેમને વાંદવા જવા માટે ચાલી નીકળ્યા. માગે ગુરુકથિત ઉપદેશનો વિચાર કરતાં ઘર, મહેલ, વાડી, બંગલા અને અન્ય દેખાતાં સુખો નશ્વર છે ઈત્યાદિ વૈરાગ્ય ભાવનામાં જેમના ચિત્ત સતત ઉજમાળ છે એવા તે સર્વને માર્ગમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સરળ જીવન–મોક્ષભાવી જીવોને-ચારિત્રશુદ્ધિથી કૈવલ્ય ઘણું દૂર નથી હોતું, એ વાત અહીં પૂરવાર થાય છે.
જ્યાં સમવસરણમાં પહોંચ્યા કે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ શ્રી ગૌતમ વાંદવા લાગ્યા ને આ શિષ્યો તો પ્રદક્ષિણા કરી જ્યાં કેવળીએ બેઠા હતા ત્યાં જઈને બેઠા. એટલે શ્રી ગોતમ બોલી ઊડ્યા કે “આમ કેમ કરે છે ?' પ્રભુએ જણાવ્યું કે “હે મૈતમ! તેઓ વ્યાજબી કરે છે. તેમને સર્વને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે.
ઘડીભર સકળ પર્ષદા વિસ્મિત થઈ ગઈ. ગુરુ તો એમ ને એમ રહ્યા અને તેમના હસ્તદીક્ષિતો આવી રીતે કામ સાધી ગયા એ પણ એક ચમત્કૃતિને!