________________
[૨]
પ્રભાવિક પુરુષ : શ્રેણિકને ભેટ મોકલાવેલી અને કુશળ સમાચાર પાઠવેલા. તે સમયે મેં પણ મગધપતિના પુત્ર સારુ થડા મુક્તાફળની ભેટ મેકલાવેલી અને મિત્રતાને પ્રાથમિક પ્રયોગ કરેલો. આજે તેને સુંદર ફળ બેઠું છે. જેમ આપને મગધરાજ તરફથી પ્રત્યુત્તર તેમજ ભેટના બદલે ભેટ પાછી મળી છે તેમ મને પણ એ રાજવીના પુત્ર અભયકુમાર તરફથી એક સુંદર વસ્તુ પ્રાપ્ત થઈ છે. વળી પ્રીતિસૂચક પત્ર પણ મળે છે. એ વખતથી જ મારા મનમાં એક વાર ભારતવર્ષના દર્શન કરવાની અને સ્વનેત્રોવડે મગધદેશને નિરખવાની તેમ જ મિત્ર એવા અભયકુમારને મળવાની પ્રબળ લાલસા ઉદ્ભવી છે, માટે જ આપની આજ્ઞા ચાહું છું.”
“પુત્ર! મગધરાજ સાથેની આપણી પ્રીતિ જે કે લાંબા સમયથી ચાલી આવતી હોવા છતાં ન તો એક વાર મેં ભારતવર્ષની ધરતી પર પગ મૂક્યા છે કે ન તો મગધરાજે આ તરફ જાતે પધારવા એકાદ વાર પણ તસ્દી લીધી છે ! એલચીઓ કિવા સોદાગરો અવારનવાર ગમનાગમન કરે છે. તેમની દ્વારા પરસ્પરમાં ભેટ-સમાચારની આપ-લેથી અમારે નેહ બન્યો બન્યા રહે છે. વળી આપણું સરખી રાજ્યસંપત્તિના ભક્તાને સફરના કષ્ટો ભેગવવાની અગત્ય શી? અવશ્ય આજે મગધ એ ભારતવર્ષનું નાક ગણાય છે, એની યશગાથા ચોતરફ પ્રસરેલી પણ છે; છતાં મને એ તરફ જવાની ઈચ્છા સરખી નથી ઉભવી. તારે પણ એ વાતને વિસારી મૂકી, પ્રાપ્ત થયેલ સુખ-સાહેબીમાં આનંદ માનવો.”
પિતાશ્રી ! મારી પ્રાર્થનાનો એક વાર વિચાર કરી જે જે અને આજ્ઞા આપજે. બાકી એક વાર એ ભૂમિમાં ફર્યા વગર મને જંપ નથી વળવાને.”
વાચકનો મેટે સમુદાય પ્રતિવર્ષ પર્યુષણ પર્વમાં વંચાતા આદ્રકુમારના ચરિત્રથી ભાગ્યે જ અજાણ હશે. અત્રે પણ એ જ