________________
[ ૮૮ ]
પ્રભાવિક પુરુષના :
ભ્રમણ કરાવનાર મહાકુંડાળારૂપ છે. જેમ જડ ધન માટે લૂંટારાથી સાવચેત રહેવાની જરૂર છે તેમ આત્મધનને માટે તેના લૂંટનાર આ પ્રમાદરૂપી મેટા લૂંટારાથી ચેતતા રહી સતત જાગ્રત અવસ્થા રાખવાની જરૂર છે. ધર્મકરણીમાં ઉદ્યમવ થવું અને જરા (વૃદ્ધાવસ્થા ) રાક્ષસી આવી દેહ પર તરાપ મારે તે પૂર્વે શક્તિ અનુસાર પરભવનું પાથેય તૈયાર કરી લેવું. ”
,,
આવેા હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળી પાછા ફરતાં શાળ ભૂપાળ પેાતાના લઘુભ્રાતા મહાશાળને કહે છે કે- હે ભાઈ ! તુ હવે રાજ્યની લગામ ધારણ કર અને હુ ં તેા વીર પ્રભુની પાસે પ્રવજ્યા ગ્રહણ કરીશ. મને હવે આ રાજ્યના સુખા તણખલા સરખા ભાસે છે. ‘ રાજ્યને અંતે નરક ’ એ તે જાણીતી વાત છે.
,,
મહાશાળ–“ જ્યેષ્ટ ભ્રાતા! તમે આમ જાણે! છે તેથી જ એ ભાર મારે શિરે સ્થાપી મને નરકગામી મનાવવા માંગેા છે ? પરંતુ હું પણ સંયમના જ અભિલાષી છું. શિવસુંદરીના સમાગમમાં મને જે સ્નેહ વર્તે છે એવા આ સૃષ્ટિ પરના એક પણ પદાર્થમાં નથી વતા.
""
શાળ—“ મધુ ! તારી ભાવના ઘણી સુંદર છે. વિશ્વના આ વિશાળ ચાકમાં નથી તે એવા કેાઇ વેદ્ય જન્મ્યા કે જે તૂટેલુ આયુષ્ય સાંધી શકે. નથી તે એવી કઇ ઔષધિ કે જડીબુટ્ટી હાથ લાગી કે જેનાથી મૃત્યુરૂપી મહારોગનુ નિવારણુ કરી શકાય. જ્યાં પરિસ્થિતિ આમ છે ત્યાંપછી સગા-સ્નેહીના વાર્તાલાપા કે કુળદેવતાના નૈવેદ્યોથી શુ વળે ? માત્ર એક ધર્મ જ તારણહાર છે અને સાધુધર્મ એ તેના ધારી મા છે. કહ્યું છે કે- અનન્ય મનથી જો વિધિપુરસ્કર એક જ દિનનુ ચારિત્ર પાળ્યુ હાય તા પાળનાર આત્મા જરૂર વૈમાનિક દેવાની ગતિમાં જાય છે અર્થાત્ એથી ઉતરતી ગતિએના દુ:ખાથી ખચી