________________
શાળ મહાશાળ :
[૭] માનવી વાણીમાં ઉપદેશ દેવા છતાં તેઓની વાણી દેવો પોતાની દેવભાષારૂપે, ભીલો પોતિકી ભીલડીયા બેલીરૂપ, તિર્યંચે પોતપોતાની જાનવરની બલીરૂપે સમજી શકે છે.
આ સંસાર અસાર છે. ” એટલી જ વાત હૃદયપટ પર કતરી રાખી, માત્ર શિવસ્થાન પ્રાપ્તિ નિમિત્તે ધર્મનું આરાધન કરવામાં આવે તો જીવના કલ્યાણમાં કઈ જાતની ઊણપ રહેતી નથી, પણ ધર્મના આરાધનમાં જરા માત્ર વિલંબ કરો વ્યાજબી નથી, કારણ કે તેમ કરવા જતાં બાહુબળી જેવા બળાત્ય અને ભક્તિવંત રાજવીને પ્રભુ શ્રી યુગાદિદેવના દર્શનથી વંચિત રહેવું પડયું હતું. એ રાજા સંધ્યાકાળે પધારેલા જિનને સવારે ત્રાદ્ધિ-સિદ્ધિના આડંબર યુક્ત વાંદવા જવાના વિચારમાં પડવાથી અને સમય ચૂક્યા. નિગ્રંથશરોમણિ શ્રી કષભદેવ તો પ્રા:તકાળ થતાં અન્યત્ર વિહાર કરી ગયા. એમને મન એકાકી આવી વંદન કરી જાય કે દ્ધિપુરસ્સર આવી ચરણમાં આળોટે એ સર્વ પ્રત્યે સમભાવ જ હતો.
વળી તે મનુષ્ય ! તમે તેથી કરીને જરા માત્ર પ્રમાદનું સેવન ન કરશે. મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા મળી એના પાંચ મુખ્ય ભેદે છે. તેમાં પણ જાતિ, કુળ, રૂપ, તપ, ઐશ્વર્ય, વિદ્યા અને અદ્ધિ આદિ મદના પ્રકારે છે. પાંચ ઇંદ્રિ
ના મળી ત્રેવીસ પ્રકારે વિષય ગણાય છે. કષાયના કોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકાર અથવા તે ચારને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલનના ભેદથી ગુણતાં સોળ પ્રકારો છે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને થિણદ્ધિરૂપે નિદ્રા પાંચ ભેદે છે, જ્યારે વિકથા યાને કુથલીના રાજકથા, દેશકથા, ભેજનકથા અને સ્ત્રીકથા એવા ચાર ભેદ છે અથવા તો મૃદુ આદિ ત્રણ પ્રકાર મળી સાત ભેદ પણ ગણાય છે. સારાંશ કે આખું ય પ્રમાદચક જીને સંસારમાં