________________
અતિમુક્તક કુમાર :
[ ૮૩ ] ફક્ત જે નથી જાણતો તે એટલું જ કે એ કઈ અવસ્થામાં આવશે? બાલ્યકાળ એને માફક આવશે કે વૃદ્ધાવસ્થાને તે પસંદ કરશે ? અને જ્યાં આ સ્થિતિ હોય ત્યાં પછી ઉતાવળને પ્રત્રન જ કે? એવું વિશિષ્ટ જ્ઞાન નથી કે જેથી એના આગમનની ચોક્કસ મિતિ અવધારી શકાય તેથી ઉતાવળ કહેવાય પણ કેમ ?”
શેઠની પુત્રવધૂએ બાળક સાધુના આ સાચા વચનો શ્રવણ કરી સમ્યકત્વમૂળ બાર પ્રકારના વ્રતયુક્ત શ્રાવકધર્મ ગ્રહણ કરીને શુદ્ધ અન્નપાનાદિથી મુનિશ્રીને પ્રતિલાલ્યા.
એક સમયે ધરતી પર ચોતરફ જળ પથરાઈ રહ્યું છે, વિજળીના ચમકારા ને વાદળાના ગરવ પછી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જાણે સૃષ્ટિ સુંદરી હર્ષભર્યા સ્નાન કરી ન રહી હોય તે ભાસ થાય છે. જનતા પોતાના આવાસમાંથી વર્ષાકાળનું આ મનોહર દશ્ય નિહાળી રહી છે. પિષધશાળાના મકાનમાંથી બાળસાધુ અતિમુક્તકની દષ્ટિ પણ આ તરફ ખેંચાય છે. ઘડીભર સ્વાધ્યાય બાજુ પર રહે છે. નજર માગ પર નાના મોટા ખાડામાં ભરાઈ રહેલા જળ તરફ જાય છે. વરસાદ અટકતાં જાણે કારાગૃહના બંધનમાંથી છૂટ્યા હોય એમ નાની વયના બાળકે ઘરમાંથી બહાર આવી પાણીના નાના નાના ખાબોચીયામાં કાગળની હોડીઓ બનાવી સાગરમાં વહાણ હંકાર્યા તુલ્ય આનંદ માણી રહ્યાં છે. આ જોતાં જ મુનિશ્રી પણ શાળાના પગથિયા ઊતરી ત્યાં પહોંચી જાય છે, સમાન વયના શિશુઓની સાથે શરત કરતાં કાચલીની હોડી તરાવવામાં લીન બને છે. પોતે કઈ કક્ષામાં વર્તે છે એ વાત તદ્દન વિસતિ બહાર જાય છે. જ્ઞાની સિવાય કોણ આ વેળા ભાખી શકે તેમ છે કે જળમાં કાચલીનું નાવ તરાવનાર આ બાળસાધુ અ૯૫કાળ પછી સંસાર