________________
[૨]
પ્રભાવિક પુરુષ : છે. એવી ઐશ્વર્યતાની સાધના અર્થે હે શિરછત્ર! હું આપની અનુજ્ઞા ચાહું છું. આપના હાર્દિક આશીર્વાદ વગર મારું ઈસત કાર્ય સધાય તેમ નથી, તેથી આપ ઉભય રાજીખુશીથી મને રજા આપે. તમે સારી રીતે સમજે છે કે આપ વડિલેની અનુજ્ઞા વિના ભગવંત ઈંદ્રભૂતિ મારો સ્વીકાર કરે તેમ નથી. વળી વિનયપ્રધાન જૈનધર્મમાં મારા જેવાનું સ્વછંદી વર્તન તલમાત્ર ચાલી શકે તેમ પણ નથી. એમ કરવું તે મારો પુત્ર તરિકેનો ધર્મ પણ નથી, માટે આપ અંતરના ઉમળકાથી મને અનુજ્ઞા આપો.”
માતાપિતા પણ અરિહંતદેવના ઉપાસક હતા. સંસારની પરિસ્થિતિને સમજનારા હતા તેથી તેઓએ મહોત્સવ પૂર્વક પુત્રને શ્રી મહાવીરસ્વામીને હસ્તે પ્રવજ્યા અપાવી. કુમાર પણ ગુરુશ્રીનું બહુમાન કરવાપૂર્વક શાસ્ત્રના અધ્યયનમાં તેમ જ કિયાકલાપમાં તદ્રુપ બન્યા. અંતરના ઉલ્લાસથી સાધુધર્મનું પાલન કરવા લાગ્યા. વયમાં બાળ છતાં જ્ઞાનથી અબાળ (પંડિત) બન્યા, ખલના વગર ચારિત્રધર્મમાં દિવસાનદિવસ વિશુદ્ધિને ધરતો ગુરુ સાથે વિહરવા લાગ્યા. આમ છતાં બાળસ્વભાવસુલભ કેટલીક ત્રુટીઓ થઈ જતી.
એકદા પ્રાતઃકાળમાં ક્ષુધાતુર થવાથી કોઈ શ્રેણીના ઘરમાં કુમાર અતિમુક્તક ગોચરી લેવા ગયા. જ્યાં ધર્મલાભ શબ્દને ઉચ્ચાર કરી ઊભા ત્યાં શેઠની પુત્રવધૂએ હાસ્ય કરતાં પ્રશ્ન કર્યો કે-“હે ભુલ્લક સાધુ ! આટલી જલદી ઉતાવળ કેમ કરી?” એની આવી અપૂર્વ ને માર્મિક વાણી સાંભળી ચમત્કૃતિ ઉપજી છે જેને એવા કુમારે જવાબ આપ્યો કે-“જ્ઞાનામિ તન્ન જ્ઞાનામિ' શેઠની પુત્રવધુએ પુનઃ પ્રશ્રન કર્યો–આપે શું કહ્યું ? મને બરાબર સમજા.” “હે ભગિની ! તમારા પ્રર્ઝનનો આશય તો એ હતો કે મને આટલી નાની વયમાં દીક્ષા લેવાની ઉતાવળ કેમ થઈ આવી ?” મેં જણાવ્યું કે “વનાનામિ એટલે મૃત્યુ ગમે તે વેળા જરૂર આવવાનું છે એ વાત હું જાણું છું પરંતુ’ ‘ત જ્ઞાનામિ'