________________
[ ૮૪]
પ્રભાવિક પુરુષ : સાગરમાં સાચું નાવ તરાવી આત્મસાક્ષાત્કાર કરનાર છે ! પ્રાકૃત જનતા તે ઊઘાડી આંખે જોઈ રહી છે કે-મુનિપણાને ન છાજે, એમાં દૂષણ લાગે તેવું વર્તન ચલાવી રહેલ છે.
અકસ્માત્ શાળાની બારીએથી જઈ રહેલા શ્રી મૈતમસ્વામીની દષ્ટિ આ લઘુ શિષ્ય પર પડી. તેઓશ્રી ત્યાં જઈ પહોંચ્યા. ગુરુશ્રીને જોતાં જ અતિમુક્તક શરમાયા. ઉભયે પ્રભુશ્રી મહાવીરદેવના સમવસરણને માર્ગ લીધો.
જ્યાં પ્રવેશ કરી ઈર્યા પથિકી પડિકમવા લાગ્યા ત્યાં અતિમુક્તક સાધુએ “દગમટ્ટી, દગમટ્ટી એ પદના અર્થમાં પુષ્કળ વિચારણા કરી. પિતે સાધુજીવનના સૂત્રોને અભરાઈ પર ચઢાવી, નાવ તરાવવામાં હમણાં જ પાણી તથા માટીના જીવને જે કિલામણું પહોંચાડી છે એ આખું ય દશ્ય ચક્ષુ સામે ખડું કરી એની સાચા મનથી ક્ષમાપના આરંભી. ખરું જ કહેવું છે કેમન gવ મનુષ્કાળાં વાર વંધમોક્ષ' બંધ કે મુક્તિનું કારણ મનુષ્ય માત્રને પિતાનું મન જ છે.
“દગમટ્ટી” ની વિચારણામાં એકાગ્ર થઈ, ક્ષપકશ્રેણિકનું અવલંબન ગ્રહી, અર્થાત્ કર્મને ક્ષય કરી અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સમિપસ્થ દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. જે તીવ્ર કમે કોટિ જન્મ સુધીના તીવ્ર તપથી બાળી શકાતા નથી તે અધ ક્ષણમાં આત્મભાવનારૂપી તીવ્ર તપબળ ને સમતાનું અવલંબન લઈ બાળી શકાય છે. એ વેળા મનની વિચારસૃષ્ટિ એકાગ્ર થવી જોઈએ.
અતિમુક્તક કેવળીએ પૃથ્વીતળ પર વિહાર કરી ઘણું ભવ્ય જીને ઉપદેશવારિથી હુવડાવી અધોગતિમાં પડતાં અટકાવી તેને ઉદ્ધાર કર્યો. આમ વિચરતાં વિચરતાં, જૂદા જૂદા ગામનગરમાં ફરતાં ફરતાં સૂર્યપુર સમીપ આવી પહોંચ્યા. બહારના