________________
[૭૦]
પ્રભાવિક પુરુષ : ઊતર્યા વગર કથાનકના પ્રવાહમાં આગળ વધીએ અને જોઈએ કે પ્રથમ પુષ્પના નાયક અતિમુક્તક કેણ છે?
બાલ્યવયમાં ભાગવતી દીક્ષા સ્વીકારી, ઈર્યાવહી પડિક્કમતાં જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તેવા મહાત્માને વંદન હો!
ભારતવર્ષના મેટા નગરમાં પિલાસપુર પણ ગણાતું હતું. રાજવી શ્રીવિજય અને રાણું શ્રીમતિ પ્રજાને પિતાના સંતાન સમ ગણીને પાલન કરતા હતા. ઉભય દંપતીને જૈન ધર્મના સંસ્કાર વંશપરંપરાથી ઊતરી આવેલા હોવાથી દાન, શિયલ, તપ, ભાવ, જિનપૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિ કાર્યોમાં તેમની લમીનો વ્યય થતો અને જિનમૂર્તિ, ચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સાત ક્ષેત્રનું પોષણ હમેશાં થયા કરતું હતું. વળી ભૂપતિ રાજધર્મને અનુસરી જૈનેતર પ્રજાના કાર્યોમાં પણ દ્રવ્ય વાપરત. દીનદુ:ખીને નાદ શ્રવણ થતાં જ અન્ય કામે બાજુ પર રાખી પ્રથમ એ વાત પર લક્ષ દઈ દારિદ્રય નિવારણને ઉપાય શોધતે. આમ ધર્માત્મા શ્રી વિજય રાજવીની રાજ્ય પ્રણાલિકાથી પ્રજા સંતુષ્ટ રહેતી અને તેથી પેઢાળપુર (પિલાસપુર)ની યશપતાકા દેશ-દેશાંતરમાં વિજયધ્વનિપૂર્વક ઊડવા લાગી હતી.
આ પ્રેમાળ દંપતીને સંસારજીવનમાં એક ઊણપ હતી તે પણ પૂર્ણ થઈ. રાણી શ્રીમતીએ એક દિવ્ય કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. જૈનધર્મના સંસ્કાર ઊંડા ઊતરેલા હોવાથી અદ્યાપિ સુધી પુત્રમુખ જેવાને સુઅવસર લાધ્યો નહોતો તેથી કંઈ આ દંપતી નહાતા કલ્પાંત કરતાં કે ઓછું આણું મુરતાં. માત્ર કર્મરાજાના તમાસા સમભાવપૂર્વક નિહાળતા હતા. આમ છતાં આજે સુયોગ સાંપડવાથી ઉભય હર્ષાન્વિત થયા હતા. પુત્રજન્મની વધામણમાં લક્ષમીને જળ માફક ગણુ છૂટથી વાપરવામાં આવી. સારા ય નગરમાં આનંદમંગળ વર્તાઈ રહ્યો.