________________
[ ૭૬ ]
પ્રભાવિક પુરુષ : કાળધર્મ પામ્યાના સમાચાર પહોંચ્યા. તેમને અતિ દુ:ખ થયું. એકદમ સનીને પકડી આણવા હુકમ છૂટ્યો, ત્યાં તે સાધુના વેશમાં એની સામે જ ખડે થે. ઘડીભર રાજવી પણ કિંકર્તવ્યમૂઢ બની ગયે.
રાજા મહામહેનતે બેલ્યા: “ભાઈ ! તેં આજે મહાભયંકર ગુન્હો કર્યો છે છતાં આ વેશ સ્વીકાર્યો એટલે હું ગુન્હો માફ કરું છું, પણ આ વેશ દેખાવપૂરતો ન હોવો જોઈએ, સાચે સાધુ બનશે તો જ શિક્ષામાંથી બચી જશે. એમાં જ તારું પણ કલ્યાણ છે. મુનિઘાત સરખા મહાપાપમાંથી બચવાને ચારિત્ર અને તપ સિવાય બીજો કોઈ ઉપાય નથી.”
સાધુ બનેલ સોનીની ભીતિ નષ્ટ થઈ. પાપ ધોવાને સાચે નિશ્ચય કરી, ભૂપ સાથે તે પ્રભુ સમીપ પહોંચ્યા અને ભાવપૂર્વક દીક્ષા સ્વીકારી. રાજવીએ પણ પ્રભુમુખથી મેતાર્યનું અંતગડકેવલી થઈ સિદ્ધિગમન સાંભળ્યું. પરિષહ સહન કરતાં એમણે જે સમતા રાખી હતી તેની પ્રશંસા કરી. આમ વણિક ને મેતરના સંયુક્ત સંસ્કારેથી જેનું જીવન પિોષાયું છે એવા મેતાર્ય મુનિએ સદાને માટે ભવભ્રમણની પીડા ટાળી.
આ ઉદાહરણમાંથી ધાર્મિક, સામાજિક કેટલાયે પ્રશ્નો પર અજવાળું પડે છે, પણ એની ચર્ચાનું આ સ્થાન ન હોવાથી પ્રભાવિક પુરુષરૂપ માળાના પ્રથમ ગુચ્છકનું આ ચોથું પુષ્પ અત્રે પૂર્ણ થાય છે.
Ww