________________
[ ર ]
પ્રભાવિક પુરુષા :
વિદાય આપે છે. પેાતાના મેહમાં પડી, પીઠ ન ખતાવતાં સામી છાતીએ મૃત્યુને ભેટવાના વચને સંભળાવે છે. શું ભાગવિલાસ તેમને નહિ ગમતા હાય ? ધણીવિષ્ણુ જીવન શું પસંદ હશે ? એવું કંઇ જ નથી, પરંતુ એ બધાને ટપી જાય તેવા ક્ષાત્રધર્મ તેને ગળથથીમાં જ પાવામાં આવે છે. આપણા સમાજમાં પણ પ્રથમ એવી ભૂમિકા તૈયાર કરવાની જરૂર છે. ભૂમિકા શુદ્ધ થતાં પરાવલંબીપણું નષ્ટ થશે. એ વેળા મેતા જેવી વિદાય આશ્ચય રૂપ નહીં લાગે. એ તા‘જેવું વાવેતર તેવા પાક. ’
*
મધ્યાહ્ન થવા આવ્યા છે. ગેાચરી અર્થે નીકળેલા મેતાય મુનિ એક સુવર્ણ કારના ગૃહમાં પ્રવેશતાં જ, જવ ઘડતા સેાની પોતાનુ કામ પડતું મૂકી પ્રણામપૂર્વક મુનિશ્રીને ઘરના મધ્યભાગમાં લઇ જઇ પેાતે આહાર લેવા માટે ઘરની અંદર ગયા. દરમ્યાન એક ક્રાંચ પક્ષી લીલા જવની ભ્રાંતિથી એ સાનાના જવા ગળી ગયું, પર ંતુ પેટમાં ભાર થવાથી તે દૂર ઊડી ન શકયુ એટલે નજીકમાં એક છાપરા પર બેઠું. મુનિશ્રીની દૃષ્ટિએ પક્ષીની આ ક્રિયા ચઢ્યા વગર ન રહી. જ્યાં સેાની આહાર વારાવી પાછે ફ્રી પાતાની બેઠક આગળ આવે છે ત્યાં જવ ન મળે ! એ જોતાં જ એ આભા બની ગયા ! શ્રેણિક ભૂપતિને ખીજા દિવસના સવારમાં પૂજા અવસરે એ પહેાંચવા જ જોઇએ, નહિં તે રાજાના પ્રકાપ કેવી પાયમાલી નાતરે ? વળી આ તા કિંમતી વસ્તુ. ઘરમાં ત્રીજુ કાઇ નજરે પણ ચઢયું નથી. એ બધી વિચારણામાં ભાન ભૂલેલા સાનીએ એ મેતા મુનિને જવ કયાં ગયા? એમ ક્રોધાવેશમાં પૂછ્યું. પૂછતાં જવાય ન મળવાથી તેમને જ ચાર માન્યા. જ્યાં ચાર તરીકેના ખ્યાલ: જન્મ્યા એટલે પહેલાંની ભક્તિ અદૃશ્ય થઇ ગઇ. એનું સ્થાન તીવ્ર ક્રોધે લીધું. માનવી ક્રોધના આવેશમાં શું શું નથી કરતેા? એ એક જાતના