________________
[૭૦]
પ્રભાવિક પુરુષ : કરે છતાં તે અસ્પૃશ્ય નથી રહ્યો. જનતા તેને તિરસ્કાર નથી કરતી. રાજા-પ્રજા ઉભયનું એ પ્રેમપાત્ર છે. સોનામહેરેના ઢગલાએ અને જનહિતના કાર્યોએ એનું નામ સે કોઇના મુખે ચઢાવ્યું છે. એને નિવાસ હવે મેતરવાસની સામાન્ય ઝુંપડીમાં નથી રહ્યો. આજે તે એ મોટા પ્રાસાદમાં વસી ધનિક અને અધિકારીઓ કરતાં પણ વધારે ઋદ્ધિસિદ્ધિનો ભક્તા બન્યા છે.
આગળ જે આઠ શ્રેષ્ટીકન્યાઓ સાથે એનું પાણિગ્રહણ થવાનું હતું તે પણ તેની ભાર્યાઓ થઈ ચૂકી છે. જ્યાં મગધનો સ્વામી પોતાની પુત્રી પરણાવે ત્યાં પછી વણિકોને વિચાર કરવાપણું હોય જ શાનું? આમ મેતાય નવ લલનાઓ સાથે સંસારના વિલાસ ભોગવી રહેલ છે. હરિમેતર ને ગંગીની મનોકામના પણ પૂરી થઈ ચુકી છે. એક રીતે કહીએ તો જે કારણથી મેતાર્યની અપભ્રાજના થઈ હતી તે સર્વે સ્વપ્નસૃષ્ટિ સમ અદૃશ્ય થઈ ગયું છે. કઈ જાણતું પણ નથી કે મેતાય એ અસ્પૃશ્ય જાતિને પુત્ર છે.
ધન્ય છે રાજ્યવ્યવસ્થાને ! અને ધન્ય છે મહાજનના બંધારણને! વિશેષ ધન્ય છે વણિક સમાજના ધરણેને કે જેઓ સમયજ્ઞ હાઈ ઉપસ્થિત થતા વિકટ પ્રશ્નોને બુદ્ધિપૂર્વક તોડ આણું, કેઈપણ જાતના તડા કે ભેદમાં પોતાની સમાજને વહેચી નાંખી બળહીણું બનાવવા કરતાં, દેશ-કાળને અનુરૂપ પરિવર્તન કરવામાં જ સદાકાળ તત્પર રહેતા હતા. મહાજનની શેભા તે વખતે જ હતી. આગેવાનની મહત્તાના મૂલ્ય તે કાળે જ અંકાતા હતાં.
Time and Tide wait for no man 24a id quid અને ભરતી-ઓટ કેઈની રાહ જોતાં નથી. તેમનું કાર્ય નિયમિત ચાલુ જ હોય છે. આમ અનંત કાળ વહી ગયા છતાં સંસારી આત્માને તેનું ભાન મહામુશ્કેલીપૂર્વક થાય છે, પણ મેતાર્ય તો સંસારની આંટીઘૂંટીથી ઘડાઈ ચૂક્યો હતો. દેવમિત્રની