________________
મેતાર્ય :
[૬૯] છે? અડતાળીશ ગાઉના વિસ્તારવાળી રાજગૃહી નગરી કિલ્લાથી સંરક્ષિત બની જાય અને તે પણ માત્ર એક રાત્રિના સમયમાં! એ ઉપરથી જ તોલ કરવાનો છે કે એ બધા દૈવી શક્તિના પ્રતાપ છે. હરિ મેતર કે તેના પુત્રની ગમે તેવી સ્થિતિ હોય પણ આ કામ આગળ તે કુંઠિત બને છે. માનવીના એક રાતના ગમે તેવા મહાપ્રયાસો હોય છતાં આ કાર્યો એવા વિકટ છે કે જ્યાં એનું કંઈ પણ પરિણામ આવી શકે નહિ, તેથી જ એમાં દૈવીશક્તિ પૂરવાર થાય છે. જ્યાં આવી રીતે દેવ સહાયક છે
ત્યાં કન્યા દેવામાં વિલંબનું શું પ્રોજન હોય? આવી શક્તિવાળે એ મેતરના પુત્ર સિવાય કેઈ બીજે આપે જોયો છે? જેની સહાયમાં દેવ છે એ મેતરના પુત્રને પરણનાર રાજકન્યા સુખના રાશિ અનુભવશે કે દુ:ખના ડુંગર ? શું મેતરનો અવતાર સદાકાળ નિંદનીય છે? પશુ કરતાં પણ એ હલકી કક્ષામાં આવે છે? એમાં રહેલી લાયકાતના પ્રત્યક્ષ દર્શન થયા છતાં એ સંબંધમાં શંકાના વમળ ઉદ્દભવ્યા જ કરે એ શું વ્યાજબી છે?”
શ્રેણિક-અભય! તારી બુદ્ધિ માટે મને માન છે. તારી સલાહમાં તથ્યપણું છે એટલે હવે વધારે વિલંબ ન કરતાં શુભ મુહૂર્ત નક્કી કરી, હરિમેતરના પુત્ર સાથે રાજસુતાનું પાણિગ્રહણ કરાવી આપી, એની લાંબા સમયની અભિલાષાને સંતોષ.”
વાચક સમજી તો ગયા જ હશે કે મેતાર્યને દેવમિત્ર સાથે વાતૉલાપ થયા પછી પરણવા જતાં જે નામશી થઈ હતી તે ભૂંસી નાખવા અને પુન: પ્રતિષ્ઠા સ્થાપવા આ પ્રયાસ હતો.
બકરે લીંડીઓને બદલે સોનામહોરને નિહાર કરે છે” એ વાતથી એના મંડાણ થયા એનું અંતિમ ફળ શું આવ્યું તે આપણે ઉપર જોઈ ગયા. એ બધો દેવ—મિત્રને પ્રતાપ!
આજે મેતાર્ય રાજમાતા બની ચૂકેલ છે. હરિમેતરને