________________
મેતાર્ય :
[૬૭]
ટાળી શકું અને એ સાથે મારા જીવનરૂપી બેધપાઠથી સમજાવી શકું કે ઊંચ કુળ વા નીચ કુળ એ તે કર્મરાજે ઊભા કરેલા વૃક્ષ સમાન છે. એ કંઈ ગર્વ કરવાના કે પરસ્પર ઝઘડવાના સાધન નથી. વૃક્ષના મૂળમાં જે પ્રકારનું સિંચન થાય છે તેવા પ્રકારની તરતમતા એના ફળની મીઠાશમાં આવે છે. જેવી કરણી આત્માએ પૂર્વભવમાં કરી હોય છે તેવી પાર ઉતરણ તેની થાય છે અર્થાત કરણીને અનુરૂપ ફળ જીવ ભેગવે છે. નામકર્મ એને બંધબેસતું ચેકડું ઢાળી આપે છે.”
દેવે કહ્યું: “મારી ફરજ મેં બજાવી છે. તારી ઈચ્છા જે એમ જ છે તો મારે કંઈ ઉતાવળનું પ્રયોજન નથી. આત્મકલ્યાણમાં બળજબરી કરવી શા કામની? હું આ મેંઠું (છાગ) મૂકી જાઉં છું એ તારી મનોકામના પૂરશે, પણ એટલી શરત કે તારા વિના અન્ય કેઈને એ વંછિત ફળ દેનાર નહીં જ બને. આ ઉપરથી તે સમયે હાઈશ કે એ મેંહું તો સાધન માત્ર છે, એની પાછળ કામ કરનાર હું જ છું. માની લે કે એ મારું બાહ્ય સ્વરૂપ જગતને આશ્ચર્ય ઉપજે એ ખાતર નિર્માયું છે. જતાં પૂર્વે મારી સલાહ છે કે–તું હવે તારું કામ જલદી આપવા માંડજે કેમકે મારા આયુષ્યના પણ ઘડિયા વાગી રહ્યા હોવાથી હું લાંબો સમય તારી મદદમાં રહી શકીશ નહીં. વળી આ બધાની પાછળ જે પ્રતિજ્ઞાપાલન અને સંયમને સ્વીકાર રહેલો છે તેને ભૂલીશ નહીં.” આ પ્રમાણે કહીને દેવ અદશ્ય થયે.
શ્રેણિક-અભય! ત્યારે હવે પેલા મેતરને શું જવાબ દઈશું?
અભય-મહારાજ ! આપને કેમ આ પ્રશ્ન કરે પડ્યો? પરીક્ષાના ક્ષેત્રની હદ આવી ગઈ છે, હવે તો પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર માટે પારિતોષિક આપવારૂપ નિર્ણય જ કરવાનું છે.