________________
મેતાર્ય :
| [૬૫] વાળતી ગઈ તેમ તેમ તેઓ તેમાં દઢચિત્ત થતા ગયા. એમનામાં જે ભાવ પ્રથમ નહાતા ઉભવ્યા તે સતત બેધથી ઉદ્ભવ્યા–તેઓ સાચા સાધુ બન્યા. શિયાળની માફક સંયમ સ્વીકારનાર તેઓ એના પાલનમાં સિંહવૃત્તિ દાખવનાર બન્યા.
એક બાબતમાં પુરોહિતપુત્ર રાજપુત્ર કરતાં પાછળ પડ્યો. સાધુજીવનમાં સ્નાનનો નિષેધ હોવાથી એ દ્વિજપુત્રનું મન મલિન વેષની દુર્ગછા ધરવા લાગ્યું. જો કે મનની વાત મનમાં જ સમાતી હતી પણ “જેવી મતિ તેવી ગતિ” એ ન્યાય લાગુ તો પડ્યો જ. નિરતિચાર ચારિત્ર પાળનારા તેઓ બન્ને અણસણ કરી દેવગતિમાં ઉપજ્યા. સ્વર્ગસુખના અનુભવમાં ઘણો સમય વ્યતીત થતાં એક વાર તેઓએ પરસ્પર શરત કરી કે “આપણામાંથી જે દેવ પહેલે એવે તેને બીજે ત્યાં જઈ બેધ પમાડે.”
થોડા સમય પછી પુરોહિતપુત્રને જીવ ચ અને રાજગૃહીમાં આવેલ હરિ મેતરના ઘરમાં ગંગી ભાયની કુક્ષોમાં ગર્ભપણે ઉપ. ગંગી મેતરાને એક શ્રેષ્ઠીભાર્યા સાથે સખીપણું બંધાયેલ હતું. સખીનું કષ્ટ હરવા ગંગી મેતરાણીએ પૂરા દહાડે જે પુત્રને જન્મ આપ્યો તે ગુપ્ત રીતે શેઠાણુંને ગૃહે મોકલી દીધો અને શેઠાણીની જન્મતાં જ મૃત્યુ પામેલી છોકરીને પિતાને ત્યાં મંગાવી લીધી.
આમ બનવામાં કર્મરાજાના પ્રપંચ સિવાય બીજું કંઈ જ નથી. પુરહિતપુત્રે ચારિત્રપાલનમાં જે દઢતા દાખવી હતી તેનું રૂડું ફળ તો મળવું જ જોઈએ અને તે જન્મતાં જ ગર્ભના ફેરફારરૂપે શ્રેણીના કુળ સરખું કુલીન ઘર મળવાથી મળ્યું. એ સાથે વિવિધ પ્રકારના સુખો પણ પ્રાપ્ત થયાં, પણ પૂર્વભવે જે દુર્ગચ્છા કરેલી તેના ફળરૂપે જન્મ તો હલકા કુળમાં જ થયા. કરે તેવું પામે ” એ તો જગપ્રસિદ્ધ ન્યાય છે.