________________
મેતાર્ય : "
કાઉસગ્ગ પારી મુનિએ કહ્યું: “હે રાજન! ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ એવા તારા રાજ્યમાં તારા પુત્રોવડે મુનિઓને તાડન કરવામાં આવે તે અન્યાય તું કેમ સાંખે છે?” આ સાંભળતાં રાજા અધોમુખ બન્ય.
ધર્મલાભની આશિષપૂર્વક મુનિએ આગળ ચલાવ્યું: “હે ચંદ્રાવતં સના પુત્ર મુનિચંદ્ર ! તારા રાજ્યમાં સાધુઓની હીલના ન થવી જોઈએ. ‘ત્યાગીઓ હીલના પામ્યા છતાં નરકના દેનારા અને પૂજાયા થકા મેક્ષને દેનારા થાય છે અર્થાત્ તેઓ શ્રાપ કે આશીર્વાદ નથી દેતા પણ શુભ અશુભ કરણના ફળ અવશ્ય મળે છે. મારી સામે છે. હું કોણ છું ? ઓળખાણ પડે છે કે સંસારની વિલાસિતાએ એકલેહીના સંબંધને પણ વિસ્મૃત કરાવી દીધું છે ? પુત્રનું દુ:ખ ઝટપટ ધ્યાનમાં આવી ગયું અને પૂજ્ય શ્રમણોને અત્યાર સુધી થતી કદર્શના તારા કાને પણ ન પહોંચી? અલબત્ત, તે પરિસહ સહન કરવાનો સાધુનો તો ધર્મ છે. તેઓ એ માટે ફરિયાદ કરવા આવ્યા નથી. હું તેમના તરફથી વકીલાત પણ નથી કરતો, પણ ભાઈ ! તારા જેવા પવિત્ર પુરુષના વંશજની ન્યાયપરાયણતા કેવી કહેવાશે એ વિચારે ક્ય ? ન્યાયતોલનમાં પિતાપુત્રના નેહ કામ ન આવે. આથી તો અન્યાયીનું કલંક ચૅટશે અને રાજ્યની બરબાદી થશે તેનો વિચાર કઇવાર કર્યો છે?” - હૃદયમાં સંસરી ઊતરી જાય તેવી વાણું સાંભળવાથી અને તે પણ એક વખતના પોતાના વડિલ ભ્રાતાના મુખે સાંભળવાથી તરત જ મુનિચંદ્રને રેષ શાંત થઈ ગયે. તે નમ્ર બની પગમાં પડી વિનવણી કરવા લાગ્યા.
હે મુનિપુંગવ ! આપે અહીં પધારી ખરેખર મારા જેવા મૂઢની દષ્ટિ ઉઘાડવાનું પોપકારી કાર્ય કર્યું છે. ધર્મ જેવી