________________
[ 2 ]
પ્રભાવિક પુરુષ : કથાઓ વર્ણવી, છતાં મુનિ તો ચાલ્યા. “સુધારણ દઢ નિશ્ચય વિના કયાંથી સંભવે? ” થેડું આગળ જતાં જ પેલી નામીચી જેડીને ભેટો થયો. પહેલે જ પ્રશ્ન કરવામાં આવ્યું કે–ભે મુનિ ! અમારી જોડે તમે રમશે ? ”
મુનિએ જવાબ વાળ્ય- શા માટે નહીં? જરૂર રમીશ.” તરત જ એ ત્રિપુટી મહાલયના એકાંત ભાગમાં આવી પહોંચી. હંમેશાની આદત મુજબ આ પ્રપંચી પુતળાઓએ મુનિની મશ્કરી અને કદર્થના કરવા માંડી. મુખમાંથી ધર્મની હેલના કરતાં જેમતેમ લવવા માંડ્યું, પણ આ મુનિ તે જુદા પ્રકારના હતા. રમતના ઘેનમાં ચકચૂર બનેલા આ પુતળાઓને સાગરચંદ્ર મુનિએ એવી રીતે અંગો દબાવી, સાંધા ઢીલા કરી નાંખ્યા કે જોતજોતામાં તેમના મુખમાંથી ફીણ નીકળવા માંડ્યું. તે ઉભય જમીન પર પડી ગયા. પુનઃ ઉઠવાની તેમનામાં શક્તિ પણ ન રહી ! તેમને એકેએક અવયવમાં પીડા થવા માંડી. મુનિ તે ત્યાંથી પાછા ફરી શહેર બહાર જઈ ઉદ્યાનમાં આવી કોત્સર્ગ ધારણ કરી એક વૃક્ષ નીચે ઊભા રહ્યા. - આ તરફ ઉભય પુત્રો મોટેથી રુદન કરવા લાગ્યા. એ વાત મુનિચંદ્ર ભૂપ સુધી પહોંચી. તે પોતે ત્યાં આવી જ્યાં પુત્રની સ્થિતિ નિહાળે છે અને તેમના મુખથી મુનિએ પરાજય પમાડ્યાનું સાંભળે છે એટલે તરત જ મુનિ ઉપર તેને કોઈ આ અને બોલી ગયા–“હે સુભટા ! કુમારને આવી દશામાં આણનાર તે મુનિ ક્યાં છે તેની તપાસ કરો. '
તરત જ સુભટએ બહાર જઈ તપાસ કરી આવીને જણાવ્યું કે-“ઉદ્યાનમાં તે મુનિ તે કાર્યોત્સર્ગમાં ઊભા છે. રાજવીએ ઉદ્યાનમાં આવી દમામથી સવાલ કર્યો-“હે યતિ ! શા સારુ આવું પાપ આચર્યું ?”