________________
મેતાર્ય :
[૬૧] બેલાવીને કહ્યું: “ ધિક્કાર છે તને ! વિષથી મને મારી નાખવા તે કાવતરું રચ્યું, પણ તારા જ પુત્રોને તેથી પ્રાણ જાત. શા સારુ તારે આમ કરવું પડ્યું ? મને રાજ્યની ઈચછા છે જ નહિં, માત્ર પૂર્વે તારા આગ્રહથી જ હું રેકા હતો. આવી દુબુદ્ધિ તને શા કારણથી સૂઝી ?”
પછી તરત જ ગુણચંદ્રને રાજ્ય પર બેસાડી સાગરચંદ્ર સંયમ સ્વીકાર્યું. અને અલ્પ સમયમાં તેઓ એકાદશ અંગના જ્ઞાતા થયા. એક સમયે અવંતી તરફથી વિહાર કરી આવેલા સાધુઓના મુખથી સાંભળવામાં આવ્યું કે “ ત્યાં રાજપુત્રાદિ તરફથી સાધુઓની કનડગત થાય છે. અવંતીરાજ મુનિચંદ્રને પુત્ર અને સેવસ્તિક નામના પુરોહિતનો પુત્ર સાથે મળીને સાધુઓને વહોરવાના મિષે તેડી જઈ, પોતાના આવાસમાં એકાંત ભાગ પરના ઓરડામાં લાવી તેમને નાચવાની ફરજ પાડે છે અને સંસારના આવા વિલાસથી અજાણ સાધુ જ્યાં મન સેવે છે ત્યાં તેમને બંધાવી કદર્થના પહોંચાડવામાં આવે છે.”
સાગરચંદ્ર મુનિ આ વાત શ્રવણ કરતાં જ વિચાર કરવા લાગ્યા કે “એ તો મારા એક સમયના ભાઈનું રાજ્ય. ચંદ્રાવસંત જેવા પવિત્ર વંશમાં ત્યાગી આત્માઓના આવાં અપમાન થાય અને તે પણ મારી હૈયાતિમાં થાય? એ કેમ ચલાવી લેવાય? તરત જ ગુરુ આજ્ઞા મેળવી સાગરચંદ્ર મુનિ ઉજજેનીને પંથે પન્યા.
અનુક્રમે વિહાર કરતાં મહાત્મા સાગરચંદ્ર અવંતીમાં આવી જ્યાં અન્ય સાધુઓ રહેલા છે એ ઉપાશ્રયમાં ઉતર્યા અને પિતાના આગમન સંબંધી વ્યતિકર જણાવ્યું. મધ્યાહ્ન થતાં જ એકાકી ચરીએ નીકળ્યા અને રાજમહાલયનો માર્ગ લીધો. રાજમહેલ સમીપ પહોંચતાં ઘણા લોકોએ અંદર જવા માટે ના પાડી. રાજપુત્ર અને પુરોહિતપુત્ર તરફથી આપવામાં આવતાં કષ્ટોની