________________
મેતાર્ય :
[૫૯ ] ઊભા રહ્યા. આભિગ્રહના સ્વરૂપની જેને ખબર નથી એવી એક દાસીએ મહારાજાને અંધારું ન લાગે એવા શુદ્ધ ભાવથી દીવીમાં તેલ ખૂટે નહીં એવી રીતે વખતેવખત તેલ પૂર્યા કર્યું. આમ કાયેત્સર્ગની મર્યાદા પ્રાત:કાળ સુધી લંબાણું. જ્યારે સૂર્યોદયના ચોઘડીઆ વાગ્યા ત્યારે દીવો આપોઆપ ઓલવાયે. રાજાએ પ્રતિજ્ઞાપાલનને હર્ષ જેના મુખ પર નૃત્ય કરી રહ્યો છે એવા આનંદપૂર્વક કાર્યોત્સર્ગ પાર્યો, પણ શરીર રાત્રિના સકળ પરિશ્રમ સામે ટટાર ન ઊભું રહી શકયું. તરત જ ભૂમિ પર પડી ગયું. આયુષ્યનો ક્ષય થતાં ચંદ્રાવતંસ ભૂપને આત્મા સ્વગભૂમિ પ્રત્યે પ્રયાણ કરી ગયે.
હવે સાગરચંદ્ર રાજગાદીએ આવ્યો પણ પિતાના અવસાનથી એનું હૃદય એટલી હદે દુભાઈ ચૂક્યું હતું કે એને સંસારની બાબતમાં રતિ ઉપજતી નહોતી. આ વાત એક વાર તેણે પોતાની : ઓરમાન માતા પ્રિયદર્શનાને જણાવી, ગુણચંદ્રને રાજ્ય સોંપી દીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરી, પણ પ્રિયદર્શનાએ પિતાને પુત્ર હજુ બાળક છે અને રાજ્યભાર વહન કરવાને શક્તિમાન નથી એવું કારણ બતાવી, થોડા સમય થોભી જવા કહ્યું. આમ આગ્રહને વશ થઈ સાગરચંદ્ર પ્રજાનું પાલન કરવા લાગ્યા.
આવી રીતે કેટલાક સમય વ્યતીત થયે. સાગરચંદ્રની રાજ્યકાર્યમાં કુશળતાથી પ્રજામાં તેના યશગાન ગવાવા લાગ્યા. દરમિયાન એક દાસીએ ખાનગીમાં પ્રિયદર્શનાને ભરાવ્યું કે “તારા પુત્રે ગુણચંદ્ર ને બાળચંદ્ર તો સામાન્ય માણસ જેવા જ લેખાય છે જ્યારે ખર રાજા તો સાગરચંદ્ર જ છે અને હવે એ પિતે આખું રાજ્ય પચાવી પડ્યો છે. જેમ મંથરાએ કૈકેયીને ભંભેરી દશરથના સુખી સંસારમાં આગ લગાડી હતી તેમ આ દાસીએ ચંદ્રાવતંસના કુળમાં કલહાગ્નિ જગાવ્યા. એના વચનથી