________________
[૫૮]
પ્રભાવિક પુરુષ : બાલ્યકાળ, લાલનપાલન અને બાળક્રીડા આદિ પ્રસંગો યાદ આવ્યા. ત્યાં અચાનક દિવ્ય અવાજ સંભળાયે.
મઢુલીના એકાંત ભાગમાંથી અકસ્માત્ અવાજ સાંભળી મેતાર્યને પ્રથમ તે આશ્ચર્ય થયું, પણ જ્યારે એણે જોયું કે એ અવાજ કરનાર એક દિવ્યરૂપધારી વ્યક્તિ છે ત્યારે તો એની વિસ્મયતાની અવધિ જ આવી રહી! સહસા મુખમાંથી શબ્દ નીકળી ગયા : “મહાશય ! આપ કોણ છો?”
સવાલના જવાબમાં સામે પ્રશ્ન રજૂ થયો કે “શું તું મને નથી ઓળખી શકતો? આપણા વચ્ચે થયેલ કરારને આટલો જલદી વીસરી ગયા?”
મેતાર્યો જવાબ દીધું કે : “આપ ગમે તે હો, છતાં મારું મગજ આજના બનાવથી એટલું તો ગુંચવાઈ ગયું છે કે હું નથી તો આપને ઓળખી શકતો કે નથી તો આપની સાથેના કરારની સ્મૃતિ તાજી કરી શક્તો.”
ત્યારે તે માટે લાંબો ઈતિહાસ રજૂ કરે પડશે” એમ કહી દિવ્યરૂપધારી વ્યક્તિએ કહેવા માંડ્યું : મેતાર્ય એ વૃત્તાંત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો. “ આ સાકેતપુરના ન્યાયી રાજવી ચંદ્રાવતંસને સુદર્શના રાણીથી થયેલા સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્રો હતા. સાગરચંદ્રને યુવરાજ પદવી અપાછું તે વેળા મુનિચંદ્રને ઉજજેનનું રાજ્ય પ્રાપ્ત થયું. કેટલાક સમય પછી બીજી પ્રિયદર્શના રાણુની કુખે ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રો થયા.
એક વેળા સંધ્યાકાળે ભૂપાળ ચંદ્રાવતંસ પોતાના આવાસમાં “જ્યાં સુધી દીવીમાંનો દી બળતો હોય ત્યાં સુધી મારે કાત્સર્ગમાં રહેવું એવો નિયમ ધારી એકાંત ભાગમાં સ્થિર