________________
[૬૮]
પ્રભાવિક પુરુષો :
શ્રેણિક-અભય તો શું તારું કહેવું એમ છે કે-મારે એ મેતરને મારી પુત્રી આપવી? રાજકન્યા એક મેતરના છોકરાની વહુ બને !
અભય-મહારાજ ! મગધના સ્વામી આજે આ જાતને વિચાર કરે છે એથી મને અજાયબી ઉપજે છે. કદાચ આ વિચારણાનું કંઈ પણ સ્થાન માનીએ તો તે વિચારણા પ્રથમ કરવી હતી. હવે એ પર તરંગે દેડાવવા તદ્દન વ્યર્થ છે. ક્ષત્રિય વચનપાલન અર્થે પ્રાણ પણ કુરબાન કરી શકે છે ત્યાં આ તો એક નજીવો પ્રશ્ન છે. આપણે મેતર નામથી ભડકવાનું નથી. નીતિકારનું તે એ કથન છે કે
" गुणाः पूजास्थानं, गुणिषु न च लिङ्गम् न च वयः।" ' અર્થાત્ પૂજા-સત્કાર કે સન્માનનું જે કોઈ પણ સ્થાન હોય તો તે ગુણો જ છે; નથી વેષ કે નથી વય. અહિ પણ ગુણની જ કદર કરવાની છે ત્યાં પછી મેતર જાતિને સવાલ રહે છે જ ક્યાં ?
આપ હરિ મેતરની માંગણીને એકદમ વધાવી નથી લેતા પણ પરીક્ષા કરી એની શક્તિનું માપ કાઢે છે, એ પરથી એમ નથી જણાતું કે એની પાછળ કોઈ દૈવી શક્તિને હાથ છે?
એકાદ સામાન્ય મેતર રોજ સોનામહોરનો થાળ ભરી લાવી ક્યાંથી ભેટશું કરે? વળી એ સોનામહોરે એને ત્યાં છાગની લીંડીરૂપે ઉત્પન્ન થાય એ કંઈ જેવું તેવું આશ્ચર્ય છે? આપે એ છાગને એક દિવસ અહીં મંગાવી નહોતી ખાતરી કરી ? એ વેળા એક પણ સોનામહોર નીકળી હતી? નિહારસમયે લીંડીઓ નીકળે એ જ વાસ્તવિકતા છતાં એનું સ્થાન સોનામહોર લે ત્યાં જરૂર સમજવું કે આની પાછળ કેઈ છુપી શક્તિનો હાથ છે. જરા આગળ જઈએ. એક રાત્રિમાં-કઠીણ એવા વૈભારગિરિના માર્ગની સુધારણા થાય એ શું માનવકૃતિ