________________
[૬૦]
પ્રભાવિક પુરુષો : કાચા કાનની રાણી પ્રિયદર્શના ભંભેરાઈ ગઈ અને સાગરચંદ્ર પ્રતિ ઈષ્યને વહન કરતી સતી એ કંટક કેવી રીતે માર્ગમાંથી ઉખેડી નાખવો તેના ઉપાયો ચિંતવવા લાગી. - એકદા સાગરચંદ્ર પિતાના અનુજ બંધુઓ સહિત ઉદ્યાનમાં ક્રીડા અર્થે ગયેલ હતો. તેમને માટે સુદર્શનાએ મેદકનો થાળ ભરી દાસી સાથે મેકલ્ય. માર્ગમાં પ્રિયદર્શનાનો ભેટો થયો. તેણીએ સાગરચંદ્રને ઝેર આપવાનો વિચાર બર આણવા માટે આ પ્રસંગ ઠીક મળે એમ જાણું દાસીના હાથમાંથી થાળ લઈ દાસીને કેઈ કામમાં થોડી ક્ષણ માટે રોકી દઈ, પ્રચ્છન્ન(ગુપ્ત)પણે માદકમાં વિષનું મિશ્રણ કર્યું.
ખાડા ખોદે તે પડે” એ ન્યાય યથાર્થ છે. પ્રિયદર્શનાનું પાપ તેણીને પોતાને જ નડ્યું. દાસીએ મેદકનો થાળ ઉપાડી ઉદ્યાનમાં આવીને સાગરચંદ્ર સમક્ષ મૂક્યો. સાગરચંદ્ર પરિશ્રમથી ક્ષુધાતુર થયેલા પોતાના લઘુ બાંધીને મોદક આરોગવાનું ફરમાવી પિોતે સ્નાન કરવા ગયા. “જેના હૃદયમાં સાચ રમે છે તેને આંચ આવતી જ નથી. મોદક ખાતાં જ ગુણચંદ્ર ને બાળચંદ્ર બેભાન થઈ ગયા. આ વાતની ખબર પડવાથી સાગરચંદ્ર દોડી આવ્યા અને તરત જ નોકરેને દેડાવી વમનના સાધનો મંગાવી ઉભય બંધુઓને વમન કરાવ્યું, અપ કાળમાં રાજવૈદ્ય પણ આવી પહોંચ્યા. તેમની પાસેથી ઔષધ અપાવતાં જ બને ભ્રાતાઓમાં સ્વસ્થતા આવવા લાગી ત્યારે જ સાગરચંદ્રને જંપ વ. તેણે નિશ્ચય કરી લીધો કે “લાડુમાં ઝેરનું મિશ્રણ કરવામાં આવ્યું છે. એટલે તરત જ દાસીને બોલાવી પૂછવામાં આવ્યું કે “આમ કેવી રીતે બન્યું?” તેણુએ સર્વ વૃત્તાન્ત જણાવી દીધો. કાર્યદક્ષ સાગરચંદ્ર એ પરથી સર્વ વાત કળી ગયો અને બંધુઓને લઈ ઘેર આવ્યા. અંતઃપુરમાં જઈ, એકાંતમાં પોતાની વિમાતાને