________________
પ્રભાવિક પુરુષ :
[ પર ]
આવ્યું. નારીજાતસુલભ કામળતાએ જોર કર્યું અને પુત્રપ્રેમથી માતાનું હૃદય ઘવાયું. તેનાથી એકદમ ખેલી જવાયું:
“ માતલી નથી તેા કંઇ નહીં, આ માતલેા તા છે ને ?”
“ અરે! તુ શુ લવે છે?” રિ મેતર તેણીના મુખ સામું જોઇ પાકારી ઉઠ્યો. “શું આ આપણે છેકરા છે કે જેથી તુ એને મેાતલે કહે છે ? જો એવા એકાદો છેકરા આપણને પણ હાત તે આપણું જીવતર કેવું સુખી હેાત ? ”
.
“હું સાચું જ કહું છું કે એ તમારા છેક
છે. ’’
“ એમ બને જ શી રીતે ? ભંગીના દીકરા વણિકને ત્યાં ઉચ્ચ એમ તે કાઇ માની પણ શકે ? ’
..
“ જોને હિર ! આ વાત કેાઇ માને કે ન માને પણ હું તા સાચે સાચી જ વાત કહુ છું. હું રાજ જ્યારે પાળ સાફ કરવા જતી ત્યારે ભાનુમતી શેઠાણીને ઉદાસ દેખતી. મને કેટલીએ વાર થતું કે આવા માટા ઘરમાં સર્વ જાતની સુખાકારી છતાં આ શેઠાણીનુ મ્હાં ગમગીન કેમ રહે છે? એમને તે શું દુ:ખ હશે ? ઘણીએ વાર પૂછવાના વિચાર આવતા પણુ આપણું લેાહી હલકુ એટલે મન પાછું હતું. આમ છતાં પાળમાં પેસતાં જ મારી નજર રાજ તેમના તરફ જતી. એક વાર તેમણે મને ખૂમ મારી અને એકાંત ભાગમાં બેસાડી, સારા પ્રમાણમાં ખાવાનું આપ્યુ. આ અમારા વચ્ચેના સ્નેહનું પહેલું પગથિયું .
પછી તે અમે કેટલીએ વાર વાતા કરતાં અને એક ખીજાના ખબર અંતર પૂછતાં. સમય જતાં અમારા વચ્ચે સામાજિક અંતર પહાડ જેવું છતાં હૃદયનું એકય સધાયું. એક બીજાને અંતરની વાત કહી શકીએ તેવા સખાભાવ જામ્યા, ત્યારે જ ખબર પડી કે શેઠાણીને સર્વ પ્રકારના વૈભવની વિપુળતામાં