________________
મેતાર્યું :
પણ જાત પાસ પન્ન
ચાલે છે તે
[૫૫] ગળી પાછું પીનાર, વિચાર કરી પગલું ભરનાર, પ્રજ્ઞાસંપન્ન બિરુદધારી આ વણિક સજજનોએ કોઈ પણ જાતનું ઉગ્ર પગલું ન લેતાં શેઠ શું કરવા ચાહે છે તેની રાહ જોવા માંડી.
શેઠ તો અશ્વ નજીક આવી મેતરને દારુ પીને આવેલો સમજી, લગામ મૂકી દેવાનું અને આઘા ખસી જવાનું સમજાવતા હતા. મેતર “આ મારે જ છોકરે છે અને એને હું લઈ જઈ મારી
ન્યાતમાં પરણાવીશ.” એમ કહી જરા પણ નમતું આપતો નહોતો. શેઠાણ પણ ઘેડા આગળ આવીને ગાંડાઈ ન કરવાની, દારુના ઘેનમાં આ જાતની ઘેલછા ન આદરવાની હરિ મેતરને વિનવણી કરી રહ્યાં હતાં. વળી જેરથી કહેતા હતા કે –
તારે છોકરો અહીં કયાંથી આવ્યા? આ તો ગંગીને વર જાણે જવા દઈએ છીએ; નહિં તે હમણાં જ ચબૂતરે મોકલાવી દઈશું.” શેઠ પણ સિપાઈને બોલાવવાની અને પકડાવી દેવાની ધમકી દેવા લાગ્યા.
આમ રકઝકમાં થોડી પળો વીતતાં ગંગીને સાદ સંભળાય. તરત જ શેઠાણની નજર એના તરફ ગઈ. નજરોનજર મળી. એમાં શું ઇસારા થયા તે તો જ્ઞાની જાણે પણ તરત જ વાતનો રંગ પલટાયે. શેઠાણીએ શેઠને ઉદ્દેશી જણાવ્યું :
આ મેતર નથી માનતો તો ભલે એને જવા દે. ગમે તેમ તો મારી ગંગીને એ વર છે. ગંગીના ધણીને મારાથી ચબૂતરે નહિં મેકલાય. અત્યારે એનું ચિત્ત ઠેકાણે નથી તો ભલે મારા દીકરાને એ લઈ જાય. મેં તો શેરીમાંથી નીકળતાં જ બિલાડી આડી ઉતરેલી જોઈ તમને કહેલું કે-આ અપશુકન થાય છે પણ તમે માન્યું નહીં. આખર અપશુકને ભાવ ભજવ્યો. આમ રંગમાં ભંગ પડ્યો. કદાચ હરિ મેતર સમજે તે પણ આપણાથી આજે વિવાહ જેવો માંગલિક પ્રસંગ નથી ઉજવાવાનો. હવે તે