________________
[૫૪]
પ્રભાવિક પુરુષ : વેવિશાળ થયું. રંભાને શરમાવે એવી રામાઓનો એ મુગટમણિ નિર્મા. આજે તે જ મારો બાલુડે પરણવા જઈ રહ્યો છે.
પેલી બાળા સાચે જ વણિકઘરે જન્મેલી છતાં તે મેતરની કન્યા કહેવાણી. એ જ આપણું મેતલી જન્મતાં જ મરણ પામી.
સમાજ માને કે ન માને છતાં એ વરરાજા મારે જ દીકરો છે. આજે માતાનો પ્રેમ ઉભરાવાથી, છુપી રાખવાની વાત પણ મેં તને કહી સંભળાવી. ભલે એ સુખી થાય. આનંદ ભગવે. આપણે એટલે જ સંતોષ લઈ માગે પડીએ.”
ગંગી, શું કહે છે? એમ છે? તો હું એ મારા પુત્રને ઉંચકી લાવું. તે વિના પાછો ન ફરું. આઠ કન્યાને બદલે અઢાર કન્યા હું પરણાવીશ. મારી જાતિમાં ક્યાં તોટો છે?” એટલું કહેતો જ ગંગી હાથ પકડે તે અગાઉ તે હરિ મેતર એકદમ વરઘોડાની અંદર દેડ્યો.
પુત્રમેહથી પ્રેરાયેલા હરિ મેતરે વરઘોડામાં પાછળથી પ્રવેશ કરી જ્યાં વરરાજાના અશ્વની લગામ પકડી કે એકાએક તરફ ખળભળાટ મચી રહ્યો.
સાજનવર્ગમાં કોલાહલ શરૂ થયો. કેટલાક તો હલકટ મનાતા મેતરના આ કાર્યથી એટલા બધા ઉશ્કેરાઈ ગયા કે એકદમ તેના પર ધસી ગયા અને એક-બે જણ આડા ન પડ્યા હોત તો એને બરડે પણ હલક કરી નાંખત. થોડાક વૃદ્ધો આ બનાવથી ગંભીર વિચારમાં મગ્ન બન્યા. કેઈક રાજા શ્રેણિકનું શરણ લેવાની સલાહ દઈ રહ્યા તો કોઈ વ્યવહારવિચક્ષણ માનવીઓ દૂર ઊભા રહી તમાસો જેવા લાગ્યા. એક નીચ જાતિને મેતર રાજગૃહીના વિશાળ માર્ગ પર ઊંચ ને ખાનદાન શેઠીઆના વરઘોડામાં આવો ક્ષોભ પેદા કરે એ જોઈ કોનું હૈયું ડાથે રહે? હરકેઈ વણિકનું લેહી તપી આવે; છતાં સો ગળણે