________________
કુતપુર્ણ શેઠ :
[૪૫] કરી. કુતપુન્ય પ્રેમને પૂજારી હતી. તેનું હૃદય સારી રીતે પીછાન હતા એટલે બે ભેગી ત્રણ ગણી એને પણ સ્વગૃહમાં સ્થાન આપ્યું. આમ છતાં અતુલ ઉપકારી પત્ની ધન્યાનું સ્થાન તો સર્વોપરી જ રાખ્યું. એક વડિલ સમ ગણું તેણુની સલાહ પ્રત્યેક બાબતમાં લેતો. તેણીને જરા પણ કષ્ટ ન પડે એની ખાસ તકેદારી રાખતા. સંપત્તિમાં તો સૈ આવી મળે છે પણ વિપત્તિ વેળા તે તે એકલી જ સાથમાં ખડી હતી. એ વાત હવે તેનાથી વિસરાય તેમ હતી જ નહીં.
મૈદકમાં રત્ન મૂકનાર ચાર પ્રેયસીઓને પણ તે ભૂલી ગયે નહોતો. એ પરથી તે ચાર ત્રિયાઓને સ્નેહ અને વૃદ્ધાને પ્રપંચ ઘણે અંશે પારખી ગયો હતો. ખાનગી તપાસ તે બહુએ કરી પણ કંઈ પત્તો મેળવી શકે નહીં; છતાં પ્રયત્ન ચાલુ જ હતો.
એકાંત સાધી એક વાર ચાર વધવાળો બનાવ પિતાના મિત્રરૂપ થયેલા મંત્રીશ્વર અભયકુમારને કહ્યો અને પ્રાંતે જણાવ્યું કે “આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં મેં બાર વર્ષ જે લાંબે કાળ વ્યતીત કર્યો અને જેમની સહ સંસાર માણતા ચારે સ્ત્રીને અકેક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, તે સ્થળ તેમ જ તેમાં વસતા એ સ્નેહીજને સંબંધી હજુ સુધી કંઈ પણ માહિતી મેળવી શક્યા નથી. એ સ્થાન આ વિશાળ રાજગૃહની બહાર તો નથી જ. હિકમત લગાડી શોધ કરી આપો તો તમારી બુદ્ધિની પરાકાષ્ઠા ! મને ખાત્રી છે કે તમારા સિવાય અન્યથી આ શોધ બની શકે તેમ નથી અને અંતરના નેહી વિના આવી વાતને પ્રકાશ પણ બીજા સમક્ષ કરી શકાય તેમ નથી.”
અભયકુમારે કહ્યું: “તમારી આ વાત એક રીતે કહીએ તો ઇંદ્રજાળને ભૂલાવે તેવી છે, છતાં જરૂર એનો તાગ લાવી આપીશ. તમે નજરે જેવાથી તમારાં સ્ત્રી છોકરાને ઓળખી શકશે ખરાં ને?”