________________
કૃતપુણ્ય શેઠ :
| [૪૩] પટારામાં મૂકી દીધો. બાળક મીઠાઈ મળવાથી રાજી રાજી થઈ ગયા. છૂટી પૂરી થતાં નિશાળમાં ગયો અને સાંજ પડતાં ઘેર પાછો ફર્યો. ધન્યાએ પણ બાકીના માદક પુત્રને આપવા કામ લાગશે એમ વિચારી દાબડામાં જુદી જ રાખી મૂકયા. આમ આંધળે હેરું કુટાયે જાત પણ બીજે જ દિવસે એક એવો બનાવ બની ગયો કે જેથી કૃતપુન્યનું સારું ય જીવન પલટાઈ ગયું. કૃતપુન્ય સાચે જ જેણે પુન્ય કરેલું છે તે કહેવાય. ધન્યાની દુ:ખી જિદગીનો અંત આવ્યો. દુઃખ પાછળ સુખ આવે છે એ જગતનો નિયમ સાચો ઠર્યો.
બીજે દિવસે ઉત્સવનો દિન હોવાથી ભૂપાલ શ્રેણિક અને બીજા અધિકારીઓ ગજરૂઢ થઈ સરિતામાં જળકીડા કરવા ગયા. અચાનક રાજાના હાથી સેચનકને પગે જળમણે રહેલ ઝુંડ જાતિનો જળજતુ વળગી ગયા તેથી કંઈ પણ રીતે હાથી બહાર નીકળી શક્યો નહીં. અભયકુમારે ભંડારમાં જળકાન્ત મણિની શોધ કરાવી પણ ત્યાંથી હાથ ન આવવાથી આ વાત શ્રેણિકભૂપને જણાવી. એ સાથે ભાર મૂકીને કહ્યું કે “જળકાન્ત મણિનો સ્વભાવ જળને બે ભાગમાં વહેંચી દેવાનો હોવાથી એની જે પ્રાપ્તિ થાય તો સેચનકને બહાર કાઢવાનું ઘણું સુલભ થઈ જાય.”
રાજગૃહ યાને ગિરિત્રજ જેવા વિશાળ નગરમાં જરૂર કંઈ વ્યવહારીયાને ત્યાં એવું મણિ યાને રત્ન હોવું જોઈએ, એમ ધારી દાંડી પીટાવી કે “જે કઈ જળકાન્ત મણિ લાવશે તેને રાજવી સ્વપુત્રી પરણાવશે ને ચગ્ય પારિતોષિક આપશે. આ દાંડી પેલા કદઈએ છબી લીધી અને ટૂંક સમયમાં મણિ સહિત ઉપસ્થિત થયે. આ રીતે અવનીપતિને પટ્ટહસ્તી મુક્ત થતાં સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો. રાજાને એક જ વાત ખટકવા લાગી કે રાજપુત્રીને કંઈ પરણે તે વ્યાજબી ન લેખાય. અભયકુમારે આ ગૂંચ દૂર કરવાને એક માર્ગ શોધી કાઢ્યો. તેણે અનુમાન કર્યું