________________
કૃતપુણ્ય શેઠ :
[૪૧] આમ સુખને મધ્યાન્હ થતાં જ ઉદય પછી અસ્તની માફક અહીંની પરિસ્થિતિમાં પલટો આવ્યું. એક દિવસ ચાર વસ્તુઓ અને વૃદ્ધાની ખાનગી મસલત ચાલી. એમાં શું બન્યું તે કૃતપુન્ય જાણી શક્યો નહિ પણ એટલી તો ખબર પડી કે આખરે વૃદ્ધાનું ધાર્યું થયું. આ બનાવ પછી ચારે પત્નીઓનું વર્તન કૃતપુન્ય સાથે જેવું પહેલા હતું તેવું ન જ રહ્યું. વિલાસ ઓછા થયાં, નેહ ઘટવા લાગે અને જે પુત્રે સારો ય દિવસ પિતાશ્રીના અંકમાંથી આઘા પણ નહતા ખસતા તેઓને હવે ઈરાદાપૂર્વક દૂર રખાવા માંડ્યા. આનું કારણ જાણવા કૃતપુન્ય સ્વઅંગનાઓને ઘણું ય વાર ચકાસી જોઈ પણ જ્યાં પહેલાંની માફક ખુલ્લા દિલથી વાત સરખી ન કરી શકી ત્યાં કારણને તો ઉચ્ચાર પણ ક્યાંથી સંભવે ? તે દરેકને ગંભીર સૂચના વૃદ્ધા તરફથી કરવામાં આવેલી અનુમાની શકાઈ.
કૃતપુન્ય આ ગુંચાયેલી પરિસ્થિતિ ન ઊકેલી શક્યા અને મૂકપણે સ્વવ્યવહાર પૂર્વવત્ ચાલુ રાખી રહ્યો. એક દિવસ મિષ્ટ રસોઈ જમવાના પ્રભાવથી વહેલે નિદ્રાધીન થેયે અને પ્રભાત થતાં જ્યાં આંખ ઊઘડે છે ત્યાં બાર વર્ષ પૂર્વને, નગર બહારની ધર્મશાળામાં-સાર્થવાહને જે સમુદાય ગયેલો તેમાં એક બાજુ પિતાની શય્યા હતી તે નિહાળી. વિશાળ મહેલ, એનું શયનગૃહ અને ચાર પત્નીઓ તેમ જ નાના બાળકે અને વૃદ્ધા તેમ જ ભૂત્યગણ આદિ ઇંદ્રજાળ માફક એકાએક ક્યાં અદશ્ય થઈ ગયા તે બાબત એ વિચારવા લાગ્યો. તરફ અવલોકન કરતાં ધન્યાએ આપેલ મોદકનો દાબડે નજીક પડેલો દીઠે. વાતના અંકોડા બેસાડતાં તેને ધીરેધીરે સમજાયું કે વૃદ્ધ ડેકરીએ ગોઠવેલ આ પ્રપંચ છે. એને મૂળ છોકરો અપુત્રીએ મૃત્યુ પામવાથી સર્વ મિલકત રાજદ્વારે ન જાય એની ખાતર આ બાળ રચવામાં આવેલી હોવી જોઈએ. એક બાજુ કામ સરી