________________
જ
[૪૪]
પ્રભાવિક પુરુષો : કે રત્નના પરીક્ષક વણિકો જ હોઈ શકે કેમકે એ વ્યવસાય તેમને છે. મીઠાઈ બનાવનાર કંઈની બુદ્ધિ તેમાં કામ ન લાગે; માટે કોઈ પણ રીતે કંઈ પાસેથી ખરી વસ્તુ જાણવી. પછી જ લગ્ન સંબંધી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી. રાજ્યને વાતનું નિરાકરણ કરતાં શી વાર? જલ્દી કંદોઈને તેડી મંગાવે. પ્રથમ અભયકુમારે કળાવીને પૂછ્યું પણ એમ કાંઈ ઓછું જ સત્ય પ્રગટ થાય છે ! આખરે જ્યાં ચદમાં રત્નનો પ્રયોગ કરવાનું જાહેર થયું ત્યાં એ રત્નપ્રાપ્તિ સંબંધી સર્વ વ્યતિકર પ્રગટ કરી દીધો. અભયકુમારને સ્વધારણા સત્ય નીવડેલી જોઈ હર્ષ થયે. તે તરત જ કૃતપુન્ય શેઠને ત્યાં પહોંચી ગયા. દાબડાના બીજા મોદક પણ ભાંગી જોતાં બીજા ત્રણ રત્ન લાગ્યા. સ કેઇના વિસ્મયનો પાર ન રહ્યો. કૃતપુન્ય પણ આમ રંકદશામાંથી રાવ બની ગયો એટલે એના આનંદનું શું પૂછવું ? ધન મળતાં મનુષ્યમાં સર્વ કાંઈ આવી જાય છે. તેથી જ કહ્યું છે કે સર્વે ગુણે કાંચનમાં રહેલા છે.” ધનપ્રાપ્તિ, રાજ્ય તરફનું માન અને રાજપુત્રી સહ પાણિગ્રહણ એટલે શી કમીના?
રાજગૃહનગરમાં સર્વત્ર કૃતપુન્યની યશોગાથા ગવાવા લાગી. વાતને વા લઈ જાય છે એ ઉક્તિ અનુસાર અનંગસેનાએ પણ આ ભાગ્યપલટો સાંભળે. કૃતપુન્યના ગયા પછી તે બિચારીને બહુ દુ:ખ લાગ્યું હતું. પ્રીતિના સૂત્રો તજવા સહેલા નથી. સાચા પ્રેમી સિવાય એનો ખ્યાલ બીજાને ન જ આવી શકે, પણ પોતે કુટ્ટિનીની સત્તામાં પરતંત્ર હોવાથી કંઈ કરી શકે તેમ હતું જ નહિ. હવે તો કૃતપુન્ય નરપતિને જમાઈ બન્યું એટલે તે ધારે તે કરી શકે તેમ થયું. કુટ્ટિની ચું–ચા કરવા જાય તો સારી ય મિલ્કત પાછી મેંપી દેવી પડે, એટલે એ કંઈ બોલી શકી નહીં અને અનંગસેના સીધી કૃતપુન્ય પાસે આવી પહોંચી. આજીજી કરી સ્વઅપરાધ ખમાવવા લાગી અને પોતાને સ્વીકારવા માગણી