________________
[૪૬]
પ્રભાવિક પુરુષો : કૃતપુન્ય બેલ્યા: “અવશ્ય, એમ તો બાર વર્ષને નેહ કયાંથી વિસરી જઉં ? ”
અભયકુમારે કૃતપુન્યના આકારની એક કાષ્ટ પ્રતિમા કરાવી. એ પર રંગરોગાન લગાડાવી સાક્ષાત્ કુતપુન્ય પોતે જ ન ઊભા હોય તે ઠાઠમાઠ જમાવ્યું. પછી નગરબહારના એક માતાના મંદિરના અમુક ભાગમાં તે પ્રતિમા ગોઠવાવી. પછી સારા ય નગરમાં ઉદ્દઘોષણું કરાવી કે “પ્રત્યેક નારીઓએ પતીકા નાના–મોટા બાળકોને સાથે લઈ ઉક્ત મંદિરમાં બિરાજતા યક્ષદેવના દર્શન કરવા અવશ્ય જવું. એથી પુત્ર-પુત્રોના કલ્યાણની વૃદ્ધિ થશે અને એમાં જે કોઈ પ્રમાદ સેવશે એના પર યક્ષની અવકૃપા ઉતરશે અને રાજા પણ અપ્રસન્ન થશે.”
નારીસમાજને યક્ષદર્શનને પ્રસંગ એક મોટા ઉત્સવને દિન થઈ પડ્યો. સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરી સંખ્યાબંધ નારીઓ સ્વસંતાન સહિત યક્ષમંદિરમાં દર્શનાર્થે ઊતરી પડી. મૂર્તિ સમક્ષ ભિન્નભિન્ન પ્રકારના નૈવેદ્ય ધરવા લાગી. એક પ્રચ્છન્ન ભાગમાં બેસી અભયકુમાર ને કૃતપુન્ય શેઠ આ બધી ચેષ્ટાઓ જોઈ રહ્યા હતા. લલનાઓની હારમાળા ચાલી રહી. એક દરવાજેથી પ્રવેશી બીજે દરવાજેથી બહાર નીકળવા લાગી. અલકમલકની વાત એ સમુદાયમાં પ્રવર્તી રહી. કેઈ તો આ વિલક્ષણ પ્રકારના ચક્ષને નિરખી વિસ્મયતા ધરવા લાગી. એ સંબંધી કેટલાયે વાર્તાલાપ થઈ ગયા. કેટલા ય ગપગેળા ગબડી રહ્યા. અજ્ઞાનતામાં અથડાઅથડી વિના બીજું હોય પણે શું ?
જ્યાં અમંગળ થવાની આગાહી અને રાજવીની અવકૃપાનો પ્રશ્ન હોય ત્યાં પછી કેણ બાકી રહે ? પેલી વૃદ્ધા પણ ચાર પુત્રવધઓ અને ચાર પુત્રો પર અધિકાર ભગવતી આવીને મંદિરના દ્વારે ખડી થઈ. કૃતપુન્ય ઈસારામાં મંત્રીને સમજાવ્યું કે
એ જ એનું બારવણી કુટુંબ છે. ”