________________
[૪૮]
પ્રભાવિક પુરુષો : હતો. તેને ક્રમશઃ ચાર પત્નીએ પરણાવ્યા છતાં પુત્રમુખદર્શનને વારો ન આવ્યો. આમ છતાં આશા તો હતી જ. દરમિઆન અકસ્માત્ રાત્રિના તેનું મૃત્યુ થયું. એક તરફ અમાપ દોલત જવાની ધાસ્તી, બીજી તરફ નિવેશ જવાનું દુઃખ અને ત્રીજી તરફ અમ સરખી અબળાઓના શિરે ધન જતાં કાયમનું ગદ્ધાવૈતરું ! આ બધા કષ્ટમાંથી બચવા સારુ મેં આ માર્ગ પસંદ કર્યો હતો. વધુઓને જરા પણ રૂદન કરવા દીધું નહીં. પુત્રના શબને પણ તેવી જ ગુપ્ત રીતે મકાનના એક ભાગમાં ઠેકાણે પાડ્યું અને કૃતપુન્ય શેડને લાવી બાર વર્ષ રાખ્યા. આ બધામાં મારે જ મુખ્ય હાથ છે.”
અભયકુમાર આખો ય વૃત્તાન્ત સાંભળી વિચારમગ્ન બની ગયે. વૃદ્ધાની વાતમાં રાજ્યના પ્રચલિત કાયદા સામે કેટલોક સત્ય કટાક્ષ જોવામાં આવ્યા. અપુત્રિયાનું ધન લેવાના સંબંધમાં રાજ્યકાનૂન વ્યાજબી નથી, એમ મન કબૂલ કરવા લાગ્યું. એ સુધારવાનો નિશ્ચય કર્યો. પછી વૃદ્ધા સુખથી નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરી ચાર પત્નીએ, તેમના પુત્રો અને બીજે ધનમાલ સર્વ કૃતપુન્ય શેઠને સેંપવામાં આવ્યું. આમ શેઠ તો ત્રાદ્ધિસિદ્ધિ અને મારામાના વિલાસની પરાકાષ્ઠાએ પહોંચ્યા.
કેટલેક સમય સુખમાં વ્યતીત કર્યો એવામાં જગવંદ્ય પરમાત્મા શ્રી મહાવીર દેવ ભવ્યરૂપ કમળોને ઉપદેશવારિથી સિચન કરતાં વૈભારગિરિ પર્વત પર આવીને સમવસર્યા.
રાજા શ્રેણિક, અભયકુમાર, કયવન્ના યાને કૃતપુન્ય શેઠ સપરિવાર પ્રભુશ્રીને વાંદવા ગયા. વાંદીને દેશના સાંભળવા બેઠા.
પ્રભુએ દેશનાના પ્રારંભમાં કહ્યું કે– धर्मोऽयं धनवल्लभेषु धनदः कामार्थिनां कामदः । सौभाग्यार्थिषु तत्प्रदः किमपरं पुत्रार्थिनां पुत्रदः ॥ राज्यार्थिष्वपि राज्यदः किमथवा नानाविकल्पैर्नृणां । तत् किं यन्न ददाति नापि तनुते स्वर्गापवर्गायते ॥ १ ॥