________________
કૃતપુણ્ય શેઠ :
[૪૯] “મનુષ્ય સદા કાળ ધર્મનું સેવન કરવું, કેમ કે તેના વડે જ સર્વ મનવાંછિતની સિદ્ધિ થાય છે. ધનના પિપાસુઓને તે ધન દેનાર છે, કામીજનોની આશા પૂરનાર પણ તે જ છે, સૌભાગ્યનો રક્ષણહાર અને અપુત્રિયાને પુત્રમુખનું દર્શન કરાવનાર પણ ધર્મ જ છે. રાજ્યની આશા રાખનારને રાજ્યપ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય પણ તેનામાં છે; તે શા સારુ નાના પ્રકારના વિકપિ કરવા જોઈએ? પ્રાંતે સ્વર્ગ, અપવર્ગ(મોક્ષ)નાં સુખે પણ તેના સમ્યફ પ્રકારના આરાધનથી પામી શકાય છે.”
દેશના પૂરી થયા પછી નમસ્કારપૂર્વક કૃતપુન્ય પ્રશ્ન કર્યો કેહે સ્વામિન ! પૂર્વના કયા કર્મોવડે અંતરાયવાળું સુખ હું પામ્યો?” એટલે પ્રભુશ્રીએ તેને પૂર્વભવ આ પ્રમાણે કહ્યો–
“શ્રીપુરનગરમાં તું વસ્ત્રપાળ નામને શેવાળપુત્ર હતું. એક વેળા પડેશમાં સર્વત્ર ક્ષીરનું ભેજન થયેલું જોઈ તને પણ તે ખાવાનું મન થયું, પણ ગરીબાઈને લીધે તારી માતા તે ન બનાવી શકી. તે રડવાનું શરૂ કર્યું. તને રુદન કરતો સાંભળી પાડોશી સ્ત્રીઓએ દૂધ વિગેરે સામગ્રી તારી માતાને આપી, જેની ક્ષીર બનાવી, થાળીમાં કાઢી આપીને તારી માતા જળ ભરવા ગઈ. દરમિઆન માસક્ષમણના પારણે બે સાધુઓ તારે ત્યાં વહોરવા પધાર્યા. એ તપસ્વીઓને જોતાં જ તારો ભાવ વૃદ્ધિ પામે. તે અંતરના ઉમળકાથી ત્રણ કકડે બધી ખીર મુનિને વહેરાવી. તે સુપાત્રદાનના પ્રભાવે આ ભવમાં તું ત્રણ કકડે ત્રાદ્ધિસિદ્ધિ પામે.”
આ પ્રમાણે સાંભળી વૈરાગ્યવાસિત બનેલ કૃતપુજે સ્ત્રીઓને સમજાવી, જ્યેષ્ઠ પુત્રને ગૃહભાર સેંપી દીક્ષા લીધી. સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળી સ્વર્ગે સીધાવ્યા અને પ્રાંતે મે જશે.