________________
કૃતપુણ્ય શેઠ :
[૪૭] પુરાવાની જરૂર પણ ન રહી. જેના અંકમાં અનેક વાર કીડા કરી છે અને જેની મુખાકૃતિ એક કરતાં વધુ વાર નિરખી “પિતા” શબ્દથી સંબોધન કર્યું છે એવી યક્ષમૂતિને જોતાં જ પ્રણામ કરવાને બદલે ચારે પુત્રો મૂર્તિને “પિતા” શબ્દથી બોલાવવા મંડી પડ્યા અને હાથ–પગના ભાગે પકડી જાણે આટલા સમયથી ભાગી ગયા હતા એ માટે ઉપાલંભ ન દેતા હોય, એ દેખાવ કરવા લાગ્યા. તેમની માતાઓ પણ લજજા ધારણ કરી મૌનપણે ઊભી રહી, પણ વૃદ્ધાને ગુસ્સો હદ ઓળંગી ગયો. પિત્રો પ્રત્યે લાલ આંખ કરી દબડાવા લાગી. અભયકુમારની આંખો આ બધી ચેષ્ટા પારખવા તૈયાર જ હતી. તરત જ અનુચર મારફતે એ વૃદ્ધાને બાજુ પર બોલાવી ખૂબ દબડાવી.
જમાનાની ખાધેલ આ ડેકરીએ પહેલાં તે વાત ઉડાવવાના ખૂબ યત્નો આદર્યા, પણ મંત્રીના ભયથી અને કૃતપુન્યની હાજરીથી આખરે તેને નમતું મેલવું પડ્યું.
મંત્રીએ પૂછયું કે—“તારા જેવી વણિકકુળની આબરુદાર સ્ત્રીએ આવું કાર્ય શા સારુ આચર્યું?”
વૃદ્ધાએ નિડરતાથી જવાબ દીધો કે “જ્યાં રાજાઓ અને ત્રિયાની લક્ષ્મી ઉચાપત કરી જવા સમુદ્રતીરે બેઠેલા બગલાની માફક તૈયાર જ હોય ત્યાં મારા સરખી અબળાને આ રસ્તો લીધે જ છૂટકે. મોટા ભાગનું જીવન, સંપત્તિની અનુકૂળતા હાવાથી યથેચ્છ પ્રકારના સુખ ભોગવવામાં વ્યતીત કર્યું હોય ત્યાં અચાનક એનાથી વિખૂટા થવાને પ્રસંગ ખડા થાય અને રસ્તાના ભિક્ષુક જેવી દશા ડોકિયા કરતી સામે ઊભી રહે ત્યાં આવો માર્ગ શોધવો જ પડે. નારીજાતિમાં પણ આત્મા તે નરજાતિ જેવો જ હોય છે! મારું નામ રૂપવતી. ધનદેવ વ્યવહારીની હું ભાય. થાઉં. મારા પતિએ પરિશ્રમથી લક્ષ્મી પ્રાપ્ત કરી છે. મારા પુત્રનું નામ જિનદત્ત. તે પણ ધર્મનીતિકુશળ અને વ્યવહારકળાનિપુણ