________________
-
:
કૃતપુણ્ય શેઠ :
[૩૯] એકદા રાજગૃહીથી એક સાર્થવાહે દૂર દેશાન્તર જવાની ઉદ્ઘોષણા કરાવી. ગવાક્ષમાં ઊભેલા કૃતપુણ્યના કણ પર એને સાદ પડ્યો. જેમ કે ગાઢ નિદ્રામાંથી જાગી ઊઠે તેમ તેના હૃદયમાં દેશાન્તર જઈ, ધનપ્રાપ્તિ કરવાની આશા પુનઃ જન્મ પામી. ગમે તેમ તો પણ તે વણિકકુળનું સંતાન હતું. વાણિજ્ય ખેડવામાં તેની મતિ કુંઠિત થાય તેમ હતું નહીં. એક તરફ પ્રિયા ધન્યા ગર્ભ ધારણ કરી ચૂકી હતી ને બીજી બાજુ મંગળસૂત્રના વિકયથી લાવેલ રકમ પણ ખૂટી જવા આવી હતી. વળી તેનું મન પણ હવે પૂર્વ બનાવોને વિસરી જઈ, નવેસરથી જિંદગીનું પાનું ઉઘાડવાને તત્પર બન્યું હતું.
તરત જ તેણે આ વાત પ્રિયાને જણાવી. તે પણ સારી રીતે સમજતી હતી કે પુરુષનો ખોરાક વ્યવસાય છે અને પરદેશ ખેડ્યા વગર તકદીરની પરીક્ષા થતી નથી. એટલે “પતિનો વિયોગ થવાનો અને તે પણ આવા વિલક્ષણ સંગમાં” એ વિચાર દુ:ખકર લાગ્યા છતાં એને બાજુ પર રાખી તેણીએ વાતમાં સંમતિ આપી. એક દાબડામાં માદકનું ભાતું કરી આપ્યું અને જરૂર પૂરતા સાધન સાથે સાથે ઉપડવાની આગલી રાત્રિએ નગર બહારની ધર્મશાળામાં જ્યાં જુદા જુદા મંચકો (ખાટલા) પર સાથે સાથે ઉપડનાર મુસાફરે નિરાંતથી નિદ્રાનું આસ્વાદન કરી રહ્યા હતા ત્યાં આગળ એક ભાગમાં એક મંચક પર કૃતપુણ્ય માટે બિછાનું પાથરી ધન્યા સ્વગૃહે પાછી સિધાવી. કૃતપુણ્ય પણ ત્યાં લેટી ગયો અને અ૫ કાળમાં જ મીઠી નિદ્રાનો ભક્તા બન્ય.
જ્યાં અનંત કાળ વહી ગયે ત્યાં રાત્રિના બાર કલાકોને પસાર થતાં કેટલી વાર ! પ્રાત:કાળ થવાની ઘટિકા વાગતાં જ કૃતપુણ્યના નેત્રો ઊઘડી ગયા અને જે દેખાવ નજરે પડ્યો એથી તો ઘડીભર એ વિચારમાં પડી ગયે.