________________
[૩૮]
પ્રભાવિક પુરુષ : હદનું અંતર છે ત્યાં મારા જેવા મૂખ સિવાય અદ્યાપિ સુધી કેણ રાચીમાચીને રહે? ખરેખર મારું જીવન વ્યર્થ ગયું છે.
આ પ્રમાણે વિચારમાં પડેલા પતિને ઉદ્દેશી ધન્યા વિનયપૂર્વક બોલી:–“નાથ ! શું વિચારે છે? ભૂતકાળને ભૂલી જાઓ. બનનાર બની ગયું, હવેનું જીવન સુધારી લ્યો. કેમે કેને કેને નથી ભૂલાવ્યા? પાણી તૈયાર છે તો સ્નાન કરી આ દેવાધિદેવનું પૂજન કરી લ્યો. દરમિયાન હું રસવતી તૈયાર કરું છું તે સુખેથી આરોગો. ધન ગયું તો ભલે ગયું પણ મારું સૌભાગ્ય મળ્યું એ કંઈ મને જે તે લાભ છે? મારે મન આજે સોનાનો સૂરજ ઊગ્યો છે.”
વિચક્ષણ પુરુષ તે જ છે કે જે ગયેલાનો શેક કરતા નથી તેમ ભવિષ્યની ચિંતામાં ગરકાવ ન બનતાં વર્તમાન સંજોગો જોઈને જ વર્તે છે. કમની જ સર્વત્ર પ્રધાનતા છે. એ વગરના સારા ગ્રહો પણ શું કામના છે? જુઓને વસિષ્ઠ જેવા મુહૂર્ત કાઢનાર હતા છતાં એ યુગમાં શ્રી રામને રાજગાદીને બદલે વનવાસ પ્રાપ્ત થયે, તેથી હે વલ્લભ ! બીજા વિચારે હાલ છોડી દઈ, તેમ હમણાં દેશાંતર જવાની વાત પણ અભરાઈએ ચઢાવી, મારી પાસે આ મંગળસૂત્ર રહેલ છે તે વેચી નાંખી વ્યવહારનું નાવ ચાલવા દો. તમે પોતે શિરછત્ર તરિકે મેજુદ છતાં મારે અન્ય સિભાગ્યચિત જેવા મંગળસૂત્રની આવશ્યકતા પણ શી છે? દરમિયાન આપનો ચિતાભાર ઓછો થઈ જશે તેમ જ મન પ્રફુલ્લિત બનશે એટલે કોઈ ધન ઉપાર્જનને માર્ગ શોધી કાઢજે.”
પ્રિયાની આ મધુરી વાણીએ કૃતપુણ્યની ઘણું ગમગીની હઠાવી દીધી. નછૂટકે સમયને માન આપી મંગલસૂત્ર વેચ્યું અને પરસ્પર પ્રેમગોષ્ઠીમાં સંસારસુખ ભોગવતાં એ દંપતીના ત્રણેક માસ પાણુના રેલાની માફક વહી ગયા.