________________
કૃતિપુણ્ય શેઠ :
[૩૭] ચિતાર નજર સામે આવતાં જ પોતાના જીવન પર તિરસ્કાર છૂટ્યો. અનંગસેના અને ધન્યા વચ્ચેનો ફરક તેની ચક્ષુઓ આજે સત્ય સ્વરૂપમાં નિહાળી રહી. પણ્યાંગના અને કુલાંગનામાં શું અંતર છે તે સમજાયું. વેશ્યાના સ્નેહ કરતાં આ પ્રેમ કેટલી હદે શ્રેષ્ઠ છે તેને સાચે ખ્યાલ આવ્યો. હવે જ તેને ભાસ્યું કે પૈસાની પૂજારી એવી વેશ્યા ગમે તેટલી રૂપવાન હોય છતાં– સામાન્ય સ્વરૂપ અને કઈ જાતની દ્રવ્યલાલસા વગરની કેવળ પતિભક્તા પત્ની સાથે તેની સરખામણી થઈ શકે જ નહીં. એક કથીર તો બીજું કાંચન. કાંચન સહ કથીરના તોલન શા? પોતાની જેવા શોકસંતાપદાયી પુત્રથી માતાપિતાને કેવું દુઃખ થયું હશે? એમની અંત અવસ્થામાં પિતા સરખે નગુણે છોકર, કે જેને એકાદ વાર આવી મળી જવાના કેટલા ય સંદેશા મોકલાવેલા છતાં આવવાની તસ્દી સરખી ન લીધી, આવા અણછાજતા વર્તને કેવી પીડા ઉપજાવી હશે? એ વિચારે આવતાં જ અંતર બળવા લાગ્યું. સામે ઊભેલી સાથ્વી પ્રિયાને પણ ક્યાં ઓછો ઉગ પમાડ્યો છે? પરણીને આવ્યા બાદ પૂરા પાંચ દિવસ પણ પ્રેમભીની આંખે એના પ્રત્યે જોયું છે પણ ખરું? અરે ! એકાદ વાર પ્રેમાળ વચને બોલાવી છે પણ ખરી? આમ છતાં જેણે આજે શુશ્રુષા કરવામાં ખામી રહેવા ન દીધી. રસ્તાના ભિક્ષુક બનેલાને આટલો આદરસત્કાર ? જેને પોતાના પોષણ સારુ પારકા દળણા દળવા પડે છે અને જેની પાસે ફૂટી બદામ રહી નથી છતાં તે આજે હર્ષથી ઉભરાઈ જઈ એકાદી ચાકરડી કરતાં પણ વધુ બરદાસ ઉઠાવી રહી છે. જયાં ધનના ઢગ હતા તે કયાં ગયા? અરે ! જેણે વિવિધ ખાનપાનથી લાડ લડાવ્યા તે હું આજે કયાં ભટકું છું કિવા મારી કઈ અવસ્થા છે? તેની ભાળ પણ કાઢતી નથી અને પેલી કુટ્ટિનીએ તો તિરસ્કાર કરવામાં કચાશ પણ રાખી નથી. આમ જ્યાં ઉભય વચ્ચે આટલી