________________
કૃતપુણ્ય શેઠ :
[૩૫] અનંગસેનાએ વૃદ્ધ ડેકરી સાથે ખાનગીમાં ઘણીવાર ચર્ચા કરી હતી અને એ વાત પર ભાર મૂક્યો હતો કે “આપણને બાર બાર વર્ષોથી ધન આપીને તેણે પોતાનું ઘર ખાલી તો કરી દીધું, હવે તેને કયાં સુધી આપણે ચૂસો જોઈએ ? આપણે તેને ઉપકાર માની પૂર્વવત્ વર્તન ચાલુ રાખવું જોઈએ. આવી સ્થિતિમાં તેને રસ્તાનો ભિખારી બનાવવામાં આપણે વ્યાજબી ન ગણાઈએ. એથી જરૂર આપણુ પર દૈવ રૂઠે.”
પિસો જ જેને મન પ્રાણુ કરતાં અધિક છે અને પરમાત્મા, ધર્મ કે પરલોક જેવી કંઈ વસ્તુ જ જેના મનમાં નથી એવી કુદિનીને ગળે પુત્રીની ઉપરોક્ત સાચી વાત કયાંથી ઊતરે? તે સમયે તે તે ઈરાદાપૂર્વક મનનું અવલંબન કરી ગઈ પણ ત્યારથી જ નિરધાર કરી લીધો કે અનંગસેનાની ગેરહાજરીમાં તક સાધી આ કામ જાતે જ પતાવવું.
યેગાનુયોગે એવું બન્યું કે આ તરફ દાસી ધન લેવા ગઈ ત્યારે ધન્યા પાસે દેવાનું અન્ય કંઈ સાધન ન હોવાથી છેવટ હાથના કંકણ ઉતારી આપ્યા. એ લઈ સત્વર તે પાછી ફરી. અનંગસેના તેની સખીને મળવા ગઈ હતી તે તકનો લાભ લઈ, કંકણ જેવી અ૫ કિમતની ચીજ આવેલી જોઈ ડેકરીએ એકદમ કૃતપુણ્ય શેઠને બોલાવી તેના ઉપર ધુરકવા માંડ્યું. એનો શે નતીજે આવ્યું તે પ્રારંભમાં જ આપણે જોઈ ગયા છીએ.
નિશ્ચય બીજે શું થવાને હતો? સંસારના વ્યવહારમાં લક્ષમીની જરૂર હાલતાચાલતા પડે છે. વસુ વિનાના નરની ગણના પશુ બરાબર થાય છે. પેટનો ખાડે પૂરવામાં પણ એની જરૂર રહી. ખીસામાં ફટી બદામ પણ મળે નહીં. પરદેશ જઈ ભાગ્ય અજમાવવું એવો નિશ્ચય તે ર્યો છતાં જેનું પરણુને ભાવથી મુખ પણ નથી જોયું અને જેના પર દુ:ખ વરસાવવામાં કમીના