________________
[૩૨]
પ્રભાવિક પુરુષ : દિવસના વધવા સાથે કુમાર કૃતપુણ્ય પણ બાળભાવ મૂકી વિદ્યાધ્યયનમાં પ્રગતિ સાધવા લાગ્યો અને તીવ્ર બુદ્ધિને લઈ અલ્પકાળમાં જ ધાર્મિક તેમ જ વ્યવહારિક વિદ્યા-કળામાં નિષ્ણાત થઈ ગયો. યુવાનવયના આંગણે ઊભતા કુમારને માતાપિતાએ એક સુલક્ષણી કન્યા સહ પરણાવી સંસારના એક અદ્વિતીય પ્રસંગનો લ્હાવો લીધો.
કુમારને શિક્ષણ-સમયથી જ સાધુ મહાત્માનો પરિચય સવિશેષ હોવાથી તેના વિચાર-વર્તનમાં ત્યાગ સંબંધી ભાવનાઓ ઓતપ્રોત થઈ ચૂકી હતી. સાંસારિક બાબતો પર એનું લક્ષ ઓછું હતું. વ્યવહારમગ્ન માતા-પિતાને આ વાત ચતી ન હતી. મેહપાશમાં આકંઠ ભરેલા આત્માઓ સત્વર ત્યાગ જેવી પવિત્ર ને અણમૂલી વસ્તુની કિંમત ન આંકી શકે એમાં આશ્ચર્ય પણ શું ? કુમારનું મન વિરાગી થતું અટકાવવા–સંસારના વિષયવિલાસમાં વાળવા-પત્નીની સંમતિથી પિતા ધનેશ્વરે સ્વપુત્રને રંગીલા મિત્રોની સોબતમાં જડ્યો. છૂટા હાથે લક્ષ્મી વાપરી વિલાસના સાધનોની વિપુલતા કરી આપી. રસીલા મિત્રોને રંગરાગ વિના બીજાની દરકાર પણ શી? તેઓએ કૃતપુણ્યમાં રહેલા ધાર્મિક અને નૈતિક સુંદર વિચારોનું ધીમે ધીમે ઉમૂલન કરી, તેનું મન શૃંગારમય ચેનબાજીમાં વાળી દીધું અને ઈષ્ટસિદ્ધિ અર્થે ગણિકાનું ઘર પણ દેખાડી દીધું. બસ થઈ ચૂકયું. એક વાર ધનજીવી રામાના ફંદમાં જે ફસાયે તે પછી ઓછો જ સદાચારના રાહ પર ટકી શકે છે? વેશ્યાપુત્રી અનંગસેનાના રૂપ–લાવણ્યમાં કુમાર અતિશય રક્ત બન્યો. વિવિધ પ્રકારની કળાકેલીમાં ઉભયનો સમય પાણીના રેલા સમ વહી જવા માંડ્યો. ધનેશ્વર શેઠ પણ પુત્રના વિચારે સંસારાસક્ત કરવાની ધૂનમાં આંખો મીચી ધન, વિલાસ માટે મોકલવા લાગ્યા. આનાથી પુત્રનું જીવન કે અન્ય માર્ગે ખેંચાઈ જાય