________________
કૃતપુણ્ય શેઠ :
[૩૧] પડ્યો. અનંગસેનાની હાજરીમાં તારું ચઢી વાગે છે માટે તો આ તક સાધવી પડી છે. એના આવતાં પૂર્વે તે તારે આ દેવડીના પગથિયાંને છેલ્લા રામરામ કરી જવાના છે.”
કૃતપુણ્ય આખરે પણ વણિક સંતાન હતા. વેશ્યાની પ્રીતમાં એ લુબ્ધ બની ગયો હતો છતાં એની પ્રજ્ઞા તદ્દન બહેર મારી ગઈ નહોતી. તરત જ તે પરિસ્થિતિ કળી ગયો. કપડાં પહેરી, નીચે ઊતરી જ્યાં તબદીર લઈ જાય ત્યાં ચાલી જવા નીકળ્યા.
હવે જ તેને દુનિયા શું વસ્તુ છે તેનું ભાન થયું. નેત્રો સામે પોતાની પૂર્વ દિશા ખડી થઈ ! એક સમયનુ સમૃદ્ધિભર્યું જીવન, જ્ઞાનગોષ્ઠી, મિત્રો સહ વાર્તાલાપ અને અનંગસેનાના પ્રેમમાં પડવાને પ્રસંગ તેમ જ વર્ષોના વહેવા સાથે આખરે આવી પડેલ આ નતીજે-એ બધું યાદ આવ્યું. મનડું એ બનાવો વચ્ચે હીંચોળા ખાવા લાગ્યું. કઈ તરફ પગલાં ભરવાં એ પ્રશ્ન થઈ પડ્યો. એને નિશ્ચય થાય તે પૂર્વે આપણે જરા ભૂતકાળમાં ડેકિયું કરી લઈએ.
aiciell as all a
nd teci
મગધ દેશના પાટનગર તરીકે જેની ખ્યાતિ દશે દિશામાં કપૂરની સુગંધની જેમ વિસ્તારને પામેલી છે એવા રાજગૃહ નગરમાં પુષ્કળ ધનનો સ્વામી ધનેશ્વર નામને સાર્થવાહ વસંત હતો. એને રૂપગુણસંપન્ન અને શીલવતી સુભદ્રા નામની ભાર્યા. હતી. સંસારજન્ય ભેગવિલાસમાં તે દંપતીનો કેટલેક કાળ વીતી ગયા પછી એમને ત્યાં કથાનાયક કૃતપુણ્યને જન્મ થયે. સારા ય કુટુંબમાં આનંદમંગળ વતાય. પુત્રના વધામણા ક્યાં નથી થતા? પુત્રી જન્મ વેળા એ આનંદ નથી જણાતે એ પણ એક જગતની વિચિત્રતા છે કે બીજું કંઈ?