________________
[3] વિદ્યાધરલોકનું વર્ણન
: ૧૭ : તેનાથી મનોવાંછિત દશ પ્રકારના મહાગ પ્રાપ્ત કરીને એવી રીતે ભેગો ભોગવતા હતા કે કેટલે કાળ ગયે, તેની ખબર પડતી ન હતી. અલ્પાયુ બાકી રહે, ત્યારે અતિશય સુન્દર એક યુગલને જન્મ આપીને ત્યાર પછી મૃત્યુ પામીને ફરી દેવલોકનું સુખ ભોગવે છે. તે સમયે સિંહ, સર્પાદિકે પણ શાન્ત સૌમ્ય હોય છે, એક બીજા પર તેઓ કોપ કરતા નથી, પોતાની ઇચ્છાનુસાર નિર્ભયપણે સુખેથી વિચરનારા તેઓ પણ સુખેથી ભેગોને ભોગવે છે. ભારત અને ઐરવત ક્ષેત્રમાં કાલની હાનિ-વૃદ્ધિ થાય છે, પણ બીજા ક્ષેત્રમાં હાનિ-વૃદ્ધિ થતી નથી.
દાન-ફલ
આ સાંભળીને શ્રેણિક રાજાએ ફરી મુનિવરને પ્રણામ કરીને પૂછયું કે, “શું કરવાથી ભોગભૂમિમાં ઉત્પન્ન થઈ શકાય ?” ત્યારે ગૌતમ ભગવંતે કહ્યું કે, “અહીં જે સરળ અને ભદ્રિક મનુષ્ય છે, તેઓ સાધુને દાન આપવા દ્વારા ભેગભૂમિને માર્ગ પ્રાપ્ત કરે છે.
જેઓ આવતા જન્મમાં ભાગ સુખની પ્રાપ્તિ થાય, તે કારણે ગમે તેવાં વર્તન કરનાર કુત્સિત પુરુષોને દાન આપે, તેઓ હાથી, ઘોડા આદિમાં જન્મ પામીને તેને લાયકના સુખને ભેગવટો કરે છે. જેમ સારા ઉત્તમ રસાળ ક્ષેત્રમાં વાવેલું બીજ વૃદ્ધિ પામે છે, પણ તેની હાનિ થતી નથી, તેમ ઉત્તમકટીના સાધુને દાન આપનાર અખૂટ પુણ્ય ઉપાર્જન કરનાર થાય છે. એક જ તળાવમાંથી ગાય અને સર્વે જળપાન કર્યું, સપને ઝેરપણે અને ગાયને દૂધપણે તે જળ પરિણમશે. તે જ પ્રમાણે શીલરહિતને આપેલા દાનનું ફળ નિષ્ફળતામાં પરિણમશે અને સારા શીલવાળાને આપેલું દાન સફળતામાં પરિણમશે. પાત્રવિશેષમાં આપેલું દાન પરલોકમાં પૂર્ણ ફલ આપનાર થાય છે. કલકરો અને શ્રીહષભસ્વામીનું ચરિત
હે રાજન્ ! આ પ્રમાણે દાનનું સ્વરૂપ સંક્ષેપથી મેં જણાવ્યું. હવે હું કુલકર વંશની ઉત્પત્તિ કહું છું, તેને તમે સાંભળો. જેમ ચંદ્ર પોતાના સ્વભાવથી વૃદ્ધિ-હાનિ પામે છે, તેમ ઉત્સર્પિણમાં વૃદ્ધિ અને અવસર્પિણમાં જમીનના રસ-કસ, બુદ્ધિ, બળ, આયુષ્ય આદિ પદાર્થોની હાનિ થાય છે. ત્રીજા આરાના કાળ સમયે પાપમને આઠમે ભાગ બાકી રહ્યો, ત્યારે પ્રતિકૃતિ નામના પહેલા ઉત્તમ કુલકર ઉત્પન્ન થયા. તે મહાનુભાવને જાતિસ્મરણ જ્ઞાન થયું અને ત્રણ ભવના સંબંધે જાણવા લાગ્યા.
પૃથ્વી પર સર્વ જગ્યા પર સુખથી રહેવા લાગ્યા. એ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી સન્મતિ નામના કુલકર ઉત્પન્ન થયા. તેનાથી ક્ષેમંકર અને તેનાથી ક્ષેમંધર ઉત્પન્ન થયા. ત્યાર પછી સીમંકર નામના ઉત્તમ કુલકર, પછી પ્રજાને આનંદ આપનાર સીમંધર તેનાથી ભારતવર્ષમાં ચક્ષુ નામના કુલકર ઉત્પન્ન થયા. સૂર્ય અને ચંદ્રથી ભય પામેલા લોકેને તેણે આશ્વાસન આપ્યું અને તે કાળને યોગ્ય જે કંઈ પણ બનતું હતું, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org