________________
: ૩૭૦ :
પઉમચરિય-પદ્ધચરિત્ર
પ્રકારના લાડુ, પુડા વિગેરે ભોજન સામગ્રી આપવા લાગ્યા. તપ કરવાના કારણે તેનું શરીર દુર્બલ થયું, તે પણ સંવેગરૂપ હાથી બાંધવાના સ્તંભ અને નિયમથી સંયમી એ તે હાથી ચાર વરસ સુધી ઉગ્ર તપોવિધાન કરવા લાગ્યા. સંલેખના કરીને કાલ પામી તે હાર, કુંડલ આદિ આભૂષણ ધારણ કરનાર બ્રહ્મદેવલેકમાં ઉત્તમદેવ થયો. દેવગણિકાઓથી ઘેરાએલ, સેંકડો નાટક અને નૃત્ય, સંગીતનાં સુખોને ભોગવટ કરતો હાથીના ભાવમાં કરેલા સુકૃતના પ્રભાવથી પૂર્વના સુખને પામ્યો. સમુદ્ર જેવા ગંભીર મહાશ્રમણ ભરત મહર્ષિ પણ મેરુની જેમ ધીર અને ગૌરવવાળા પાંચ મહાવ્રત ધારણ કરનારા અને પાંચ સમિતિને પાલન કરનારા થયા. શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળા, સુખ-દુઃખમાં સમાન બુદ્ધિવાળા, પ્રશંસા કરનાર કે નિન્દા કરનાર પ્રત્યે સરખી નજર કરનારા, ધીર, ચાર આંગળ ઉંચા રહીને ચાલનારા ભરત પૃથ્વીમાં વિચરતા હતા. તપના બલવડે ભરતે પણ સમગ્ર કમને કચરો બાળી નાખી, કેવલજ્ઞાન ઉપાર્જન કરી અનુત્તર શાશ્વતું નિરુપદ્રવ મેક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. ભરતમુનિના વૃત્તાન યુક્ત આ કથા મત્સરરહિત જે મનુષ્ય શ્રવણ કરશે, તેઓ ધન, બલ, સમૃદ્ધિની સંપત્તિએ, તેમ જ નિમલબુદ્ધિ વિમલ યશ અને સુખનું સ્થાન પ્રાપ્ત કરશે. (૧૧) પદ્મચરિત વિષે ભરત–નિર્વાણગમન ” નામના ચારાશીમા પર્વને
અનુવાદ પૂર્ણ થયો. [૪]
૦૦૦૦૦૦ ooooooooo
sooo
[૮૫] રામ-લક્ષ્મણને રાજ્યાભિષેક
સંસારના સંગને ત્યાગ કરીને ત્યાં જે ધીર સુભટોએ ભરતની સાથે દીક્ષા અંગીકાર કરી, તેઓના ઉલાપ માત્ર જણાવવા રૂપ નામે કહું છું, તે હે શ્રેણિક! સાંભળો. સિદ્ધાર્થ, નરેન્દ્ર, તેમજ રવિવર્ધન, સધ્યાસ્ત, ઘનવાહનરથ, જાબૂનદ, શલ્ય, શશાંક, વિરસ, નન્દન, નન્દ, આનન્દ્રિત, સુબુદ્ધિ, સૂર, મહાબુદ્ધિ, સત્યાશય, તેમજ વીર; વળી ઈન્દ્રાભ, કૃતધર, જનવલ્લભ, સુચન્દ્ર, પૃથ્વીધર, સુમતિ, અચલ, ક્રોધ, હરિ, કાંડે, સુમિત્ર, સંપૂર્ણ ચન્દ્ર, ધર્મમિત્ર, નઘુષ, સુન્દરશક્તિ, પ્રભાકર, પ્રિયધર્મ કહેલા આ અને તે સિવાય એક હજારથી અધિક ઘણુ નરવૃષભ રાજ્ય આદિને ત્યાગ કરીને, પાપનાં પ્રત્યાખ્યાન કરીને શ્રમણ થયા. વ્રત-નિયમ પાલન કરીને વિવિધ પ્રકારની લબ્ધિ અને શક્તિઓ પામેલા, પંડિતમરણ પામેલા તેઓએ પોતપોતાને યથાયેગ્ય પદ પ્રાપ્ત કર્યું. ભરતે દીક્ષા અંગીકાર કરી એટલે ભારતની ઉપમા સરખા વર્તન અને ગુણનું સ્મરણ કરીને શેક વહન કરતા વિરાતિને લમણે કહ્યું, “જેણે તરુણવયમાં રાજ્યને ત્યાગ કર્યો, સુકુમાલ કમલ અંગવાળા એવા ભરતમુનિ ક્યાં? આવી ભારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org