________________
* ૩૮૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર હસ્તમાં રહેલાં છે, એવા તેઓ રત્નપુરમાં આવી પહોંચ્યા. તેમને દેખીને રત્નરથ ખેચર રેષાયમાન થયા. શત્રુ કરતાં અધિક સૈન્યના અતિશયવાળ સુભટ-પરિવાર-સહિત તે નગર બહાર નીકળ્યો અને હજારો દ્ધાઓને ઘાયલ કરતે રણસંગ્રામમાં દક્ષ તે રાજા પણ યુદ્ધ કરવા લાગ્યા. પર્વત જેમ સમુદ્રના જળને રેકે, તેમ સંગ્રામના મેખરે રત્નરથના સુભટોએ વાનરસૈન્યને નિર્દય પ્રહારથી ઘાયલ કરી રેકી રાખ્યું. પિતાના સૈન્યની આવી સ્થિતિ જોઈને ગુ પામેલા લક્ષમણ રથમાં આરૂઢ થયા અને ઘણા શત્રુસુભટને ઘાયલ કરતા લડવા લાગ્યા. રામ, સુગ્રીવ, વિરાધિત, અંગદ, શ્રીશેલ વગેરે આજ્ઞા પામેલા રાજાઓ અને સુભટો શત્રુ-સુભટો સાથે સામ સામે યુદ્ધ કરવા લાગ્યા. વાનરસુભટ પરાક્રમ પૂર્વક શત્રુસેનાને તીવ્ર પ્રહાર મારીને વેર-વિખેર કરવા લાગ્યા. કેટલાક દ્ધાઓ ઘડા ઉપરથી નીચે પડી ગયા અને રત્નરથ રાજાનું સૈન્ય પલાયન થવા લાગ્યું. રત્નરથ-સહિત તેનું સિન્ય ભગ્ન થયું, એટલે તે દેખીને આકાશમાં રહેલા નારદ બગલ કુટીને “કહ કહ’ કરતા ખડખડાટ હસવા લાગ્યા. અતિચપળ, દુષ્ટચેષ્ટાવાળા, તુચ્છ, પાપી, પવન સરખા વેગવાળા, લક્ષ્મણની નિંદા કરનારા ખેચર પલાયન થવા લાગ્યા.
પિતાને પલાયમાન થતા દેખીને રથમાં આરૂઢ થયેલી, પૂર્વના સ્નેહપૂર્ણ હદયવાળી મનોરમા એકદમ લક્ષમણ પાસે પહોંચી અને તેના પગમાં પડીને કહ્યું કે, “ભૂકુટિ ચડાવવા રૂપ કેપનો ત્યાગ કરે અને તે લક્ષ્મીધર! તમે મારા સ્વજનેને અભય આપો.” વાસુદેવ લક્ષમણ સૌમ્યતા પામ્યા, એટલે પુત્ર-સહિત વિનય કરતે રત્નરથ રાજા ત્યાં આવ્યું. રામ અને લક્ષમણે તેને શાન્ત કર્યો અને અભયવચન આપ્યું. ત્યાર પછી હાસ્ય કરતા નારદે રત્નરથ અને તેના પુત્રોને કહ્યું કે, પહેલાં જે તમે સુભટપણાથી ગર્જના કરતા હતા, તે તમારી બહાદુરી ક્યાં ચાલી ગઈ? ત્યારે રત્નરથે નારદને પ્રત્યુત્તર આપ્યું કે, તમે કેપ પમાડ્યા, તે ઉત્તમ પુરુષની સાથે પ્રીતિ બંધાઈ. હવે તે રત્નરથ રાજાએ પણ વિજા-પતાકા ઉંચે ચડાવી, તોરણ બંધાવી, રામ અને લક્ષ્મણને પિતાની સુવર્ણ કેટવાળી નગરીમાં આદર સહિત પ્રવેશ કરાવ્યો. કનકરથ રાજાએ શ્રીદામા નામની સુંદર કન્યા રામને અને સર્વગુણોથી પરિપૂર્ણ મનોરમા કન્યા લક્ષમણને આપી. રત્નપુર નગરમાં ક્રમે કરી રામ અને લક્ષમણ બંનેને પાણિગ્રહણને વિધિ વિદ્યાધરની હાજરીમાં ઘણું ઋદ્ધિ-સમૃદ્ધિ અને આડંબર-પૂર્વક થયે. આ પ્રમાણે દેશ અને કાળને અનુરૂપ પુણ્યદય પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રચંડ શત્રુઓ પણ પ્રણામ કરતા સામે આવે છે અને પુણ્યદય-પ્રસંગે ઋદ્ધિ પણ ઉંચા પ્રકારની પ્રાપ્ત થાય છે, માટે વિમલ ધર્મનું સેવન કરે. (૩૦) પદ્મચરિત વિષે મનેરમા કન્યા-પ્રાપ્તિ” નામના નેવુંમા પર્વને
ગૂજરાનુવાદ પૂર્ણ થશે. [૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org