________________
[૧૩] રામના પૂર્વભવે તથા સીતાની પ્રત્રજ્યા
: ૪૩૩ જ
સીતાનું દંડકારણ્યમાં રાવણે કપટ કરીને કયા પાપના યોગથી અપહરણ કર્યું ? રામ સમગ્ર શાસ્ત્ર-કુશલ હોવા છતાં પણ ક્યા કારણથી મોહ પામ્યા અને આ રાવણ પરયુવતિરૂપી અગ્નિજ્વાલામાં પતંગિયો કેમ બન્યા? વિદ્યાધર રાજાઓમાં અતિબલવાળે રાવણ સ્વામી હોવા છતાં સંગ્રામમાં લમણે તેને વધ કેમ ? હે ભગવન્ત ! આ સમગ્ર હકીક્ત આપ મને કહે.” હવે કેવલજ્ઞાની ભગવતે બિભીષણને કહ્યું કે, “હે બિભીષણ! લક્ષમણે પહેલાના ભવના વેરના કારણે રાવણને વધ કર્યો, તે વિસ્તારથી
આ જમ્બુદ્વીપ નામના ઉત્તમ દ્વીપમાં દક્ષિણ ભારતમાં ક્ષેમપુરી નામની નગરીમાં નાગદત્ત નામના પતિને સુનન્દા નામની ભાર્યા હતી. તેને ધનદત્ત અને વસુદત્ત નામના બે પુત્રો હતા. તે બંનેને યાજ્ઞવલક્ય નામનો બ્રાહ્મણ મિત્ર હતું. તે જ નગરમાં સાગરદત્ત નામના વણિકને રત્નાભા નામની પત્ની હતી. તેને ગુણ નામ ધારણ કરનાર પુત્ર અને ગુણમતી નામની પુત્રી હતી. કેઈક સમયે સાગરદત્તે પિતાની ગુણમતી નામની કન્યાને યૌવન-ગુણ અનુરૂપ એવા ધનદત્તને આપી. બીજી બાજુ અર્થલબ્ધ કન્યાની રત્નાભા માતાએ તે નગરમાં લોકમાં પ્રસિદ્ધિ પામેલા શ્રીકાન્ત નામના શેઠ હતા, તેણે યૌવન-લાવણ્ય-પરિપૂર્ણ કન્યાની માગણી કરી, એટલે ધનદત્તને પિતાએ આપેલી હોવા છતાં ગુપ્તપણે માતાએ શ્રીકાન્ત શેઠને આપી દીધી. યાજ્ઞવલ્કક્ય મિત્રે આ વૃત્તાન્ત જાણે, એટલે તેણે તરત જ ગુણમતી વિષયક સર્વ વૃત્તાન્ત વસુદત્ત મિત્રને નિવેદન કર્યો. ' આ સાંભળીને કેધે ભરાએલો વસુદન નીલવસ્ત્ર પહેરીને હાથમાં તલવાર ગ્રહણ કરીને ત્યાં ગયે કે, જ્યાં શ્રીકાન્ત શેઠ રહેતું હતું. ઉદ્યાનમાં રહેલા શેઠને સન્મુખ બોલાવ્યું અને તલવારનો પ્રહાર કરી શેઠને ઘાયલ કર્યો. શેઠે પણ તે મારનાર શત્રુને મારી નાખે. પરસ્પર તેઓ બંને એક-બીજાને હણીને મૃત્યુ પામેલા તેઓ વિધ્યપર્વતની તળેટીમાં પૂર્વકૃત કર્મના અનુસાર મૃગપણે ઉત્પન્ન થયા. બધુના મરણ અને ! વિયોગના દુઃખથી દુઃખી થએલા ધનદત્તને દુર્જનએ તે કન્યા ગ્રહણ કરવા માટે અટકાવ્યો, એટલે તે ઘરેથી નીકળીને પરદેશમાં ભ્રમણ કરવા લાગ્યું. મિથ્યાત્વથી મોહિતમતિવાળી તે કન્યા દેવગે મરીને ત્યાં હરિણીરૂપે ઉત્પન્ન થઈ કે, જ્યાં પેલા મૃગ રહેલા હતા. તે હરિણી ખાતર ફરી પણ તે બન્ને હરણે અને અન્ય ઘાયલ થઈ તે પાપકર્મના ઉદયથી ભયંકર અટવીમાં વરાહરૂપે ઉત્પન્ન થયા. ફરી પણ પરસ્પર એક બીજાને પ્રહાર કરીને ઘાયલ કરતા હાથી, પાડા, બળદ, વાંદરા વગેરે રૂપે, ફરી મૃગલારૂપે ઉત્પન્ન થયા. એમ કરતાં રુરુ જાતિના મૃગલા થયા. જળમાં, જમીન ઉપર ફરી ફરી જન્મ ધારણ કરે, પરસ્પર દઢપણે બાંધેલા વરસંબન્ધવાળા એક બીજાને મારી. નાખે અને વળી પાછા ઉત્પન્ન થાય. ભાઈને વિયેગ પામેલે ધનદત્ત ભ્રમણ કરતો કેઈ વખત તૃષાથી કલેશ પામેલા શરીરવાળા રાત્રે શ્રમણના સ્થાને પહોંચ્યો. તેણે
w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org