Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 497
________________ * ૪૬૨ : પહેમચરિય-પદ્મચરિત્ર ગમાં આ તારી નેહાળ પત્નીઓ અતિશય દુઃખી થએલી છે અને કરુણ વિલાપ કરતી પૃથ્વી પીઠ ઉપર આળોટે છે. હે વત્સ! કુંડલ, હાર, ચૂડામણિ, કરા આદિ આભૂષણ જેનાં સરી ગયાં છે, એવી અધિક વિલાપ કરતી આ તારી વલ્લભાઓને કેમ રેક નથી? હે સ્વજન-વત્સલ! તું ઉભે થા અને વિલાપ કરતા અમને તારા મુખની વાણી સંભળાવ, દેષરહિત અમારા ઉપર કયા કારણથી કોપાયમાન થયે છે? અને મુખ સંતાડે છે? ગ્રીષ્મસમય, સૂર્ય અને ભારેલો પ્રજ્વલિત અગ્નિ એટલે બાળતો નથી, જેટલો બધુને વિગ આ સમગ્ર દેહને બાળે છે. હે વત્સ! હવે હું તારા વગર ક્યાં જાઉં? શું કરું? એવું કેઈ સ્થાન દેખાતું નથી કે, મને સુખ–શાન્તિની પ્રાપ્તિ થાય. હે વત્સ! હવે તું કેપને ત્યાગ કર, જલદી સૌમ્ય થા, અત્યારે મહર્ષિ અનગાર ભગવન્તોને સમય અર્થાત્ સંધ્યા સમય પ્રવર્તી રહેલો છે. તે લક્ષ્મીધર! સૂર્યાસ્ત-સમય થયો છે, સૂર્યવિકાસી કમલે બીડાઈ જાય છે, ચન્દ્રવિકાસી કુમુદવને વિકસિત થાય છે, તેઓને તું કેમ નીહાળતું નથી ? હે લક્ષમણ ! તું જલદી ભવનમાં અંદર જઈને શય્યા પાથર, જેથી બાકીને સર્વ વ્યાપાર છેડીને તને ભુજામાં ગ્રહણ કરીને નિદ્રાનું સેવન કરું. હે સુપુરુષ! પૂર્ણિમાના સંપૂર્ણ ચન્દ્ર સરખું અતિમનહર તારું વદન હતું, પરંતુ અત્યારે કયા કારણથી તે તેજવગરનું બની ગયું છે? હે બધુ ! તારા હૃદયને જે ઈષ્ટ પદાર્થ હોય, તે સર્વે હું તને સંપાદન કરવું, પરંતુ હવે સર્વ ચેષ્ટાઓથી મનોહર હસતું મુખ કરીને અમારી સાથે વાર્તાલાપ કર. હે સુપુરુષ ! તું આ વિષાદને ત્યાગ કર, બેચરો આપણું વિરોધીઓ થયા છે અને ધ પામેલા તેઓ સર્વે અહિં આવીને કેશલદેશને પડાવી લેવાની ઈચ્છાવાળા છે. આ ચક્રથી તું ગમે તેવું મહાન શત્રુસૈન્ય જિતનારે છે, તો પછી હે ધીર! તું આ વાંકા યમરાજાના પરાભવને કેમ સહન કરી લે છે? હે સુન્દર! રાત્રિ વીતી ગઈ છે, સૂર્યને ઉદય થયે છે, હવે નિદ્રાને ત્યાગ કર. તેમ જ શરીરની શેભા ધારણ કરીને આસ્થાન-સભાની મધ્યમાં વિરાજમાન થા. આ સર્વ પૃથ્વીના લોકો તારી પાસે આવેલા છે. હે ગુરુભક્ત ! મિત્રવત્સલ! તેઓનું તે સત્કાર-સન્માન કર. હવે તો સ્પષ્ટ અરુણોદય થયો છે, લોકાલોકને પ્રકાશિત કરનાર ભવ્યજીવોરૂપી પોને વિકસિત કરનાર એવા મુનિસુવ્રત ભગવન્તનું શરણું અંગીકાર કરી ફરી તેમનું ધ્યાન ધર. હે વત્સ ! તે મૌન ધારણ કરેલ હોવાથી જિનમન્દિરમાં સંગીત-શ્રવણ પણ શિથિલ બની ગયું છે. લોકોની સાથે શ્રમણો પણ ઉદ્વેગ પામ્યા છે. તે સ્વજનવત્સલ! હવે તું ઉભો થા, વિષાદ પામેલા મને ધીરજ આપ, તું આવી અવસ્થા પામેલો હોવાથી આ નગર પણ શેભા આપી શકતું નથી. જરૂર કોઈ અન્ય જન્મમાં મેં કેઈક જીવને સદાકાળ માટે વિયેગ કરાવ્યું હશે, તે કારણે મેં વિમલ આચરણવાળા મારા બધુના વિયોગનું દુઃખ પ્રાપ્ત કર્યું. (૨૩) પાચરિત વિષે “ રામના વિપ્રલાપ' નામના એક અગીઆરમા પવને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૧૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520